રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં તળાવ ઊંડા કરવાના, તેમજ, નહેર સાફ કરવી, તેમજ ચેક ડેમ રીપેર કરવા તેમજ લીકેજ લાઈન ને રીપેરીંગ કરવામાં આવી રહ્યું છે. તેમાં પણ મુખ્યમંત્રી, મંત્રી, તેમજ ભાજપ ના આગેવાનો આ કાર્ય માં જોડાઈ ને લોકો સાથે કાર્ય કરી રહ્યા છે. લોક ભાગીદારી થી કરવામાં આવેલ આ કાર્ય માં લોકો આગળ આવે તેવી અપીલ સરકાર દ્વારા કરવામાં આવી છે. જેમાં આજરોજ ધ્રાંગધ્રામાં આવેલ માનસર તળાવને ઊંડા કરવાની કામગીરી નગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલ જેમાં પ્રદેશ ના ઉપાધ્યક્ષ શ્રી આઈ.કે.જાડેજા હાજર રહ્યા હતા અને માનસર તળાવને ઊંડા કરવાં માટે નું કામ શરૂ કરવામાં આવેલ અને વધુ માં શ્રી જાડેજા એ જણાવ્યું કે સરકાર ના અભિયાન ને આજે સાધુ,સંતો ,સામાજિક સંસ્થા, સ્વૈચ્છિક સંસ્થાઓ પણ હાજર રહી હતી
સાથે સંતો, મહંતો પણ આ કાર્ય માં હાજર રહ્યા હતા. સાથે લોકો પણ આગળ આવે અને આપણાં ગામના તળાવ ને ઉડા કરવાનું છે. તેમાં લોકો તન, મન, અને ધન, થી મદદ કરે અને પાણી બચાવા માટે આ કાર્ય હાથ ધરવામાં આવેલ છે. જ્યારે ખેડૂતો પણ આ તળાવ ની માટી લઈ જાય અને પોતાના ખેતરમાં પાળ બનાવે અને પાણી બચાવવા માટે કાર્ય કરે. સાથે આ કાર્યમાં વિવિધ સંસ્થાઓ જેવી કે આર્ટ ઓફ લિવિંગ ,રોટરી કલબ,ઇનર વ્હીલ કલબ , વગેરે જોડાઈને આ કાર્ય માં સહભાગી થયા હતા.
રિપોર્ટર : દિપકસિંહ વાઘેલા
લીંબડી.
મો. 98255 91366
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






