પૂર્વ કચ્છના ગાંધીધામ માં ઘરફોડ ચોરી કરતી ગેંગને ઝડપી પાડતી એલ.સી.બી પોલીસ..

0
216

પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક ભાવના પટેલ ના સુપરવિઝન હેઠળ ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક આર.ડી દેસાઈ ની સુચના અને માર્ગદર્શન મુજબ એલ.સી.બી ગાંધીધામના પોલીસ ઇન્સ્પેક્ટર જે.પી.જાડેજા ની સૂચનાના આધારે પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ.કે.ખાંટ ને બાતમી મળેલ કે અંજાર મધ્યે ૧૨ મીટર રોડ ટી.બી કોટા પાસે આવેલ ઝૂંપડામાં રહેતા શૈલેષ હઠીલા રહે. મૂળ દાહોદ તથા ભાવેશ ઉર્ફે લાલી જાગરીયા રહે. બન્ને અંજાર વાળા અંજાર તથા આદિપુર વિસ્તારમાં આવેલ સોસાયટીઓમાં ઘરફોડ ચોરીઓ કરે છે અને ગ્રીનલેન્ડ પાર્ક સોસાયટી અંજાર તેમજ દુબઈ ટેક્સટાઇલ્સ સોસાયટીમાં તાજેતરમાં થયેલ ચોરીઓ તેઓએ કરેલ છે અને તે ચોરી કરેલ મુદ્દામાલ શૈલેષ હઠીલાના ઝૂંપડામાં સંતાડી રાખેલ છે તેવી સચોટ બાતમી ના આધારે બાતમીવાળી જગ્યાએ આવી ઝુપડા ની અંદર એક ઈસમ હાજર હોઈ તેનું નામ પૂછતા પોતે શૈલેશ માનાભાઈ હઠીલા ઉ.વર્ષ.૨૫ રહે.માલા શેરી ૧૨ મીટર રોડ ટીબી કોટા બંગલાની બાજુમાં ખુલ્લા પ્લોટ વાળા ઝુંપડામાં અંજાર મૂળ રહે ભૈગામ તાલુકો ગરબાડા જિલ્લો દાહોદ વાળો હોવાનું જણાવેલ પ્લાસ્ટિકના બેરલ માથી એક વિવો કંપનીનો મોબાઇલ ફોન કિંમત રૂ.૧૫૦૦૦/- તથા રોકડા રૂ.૧૬,૫૦૦/- મળી આવેલ આ બાબતે પૂછપરછ કરતા રોકડા રૂપિયા તથા મોબાઈલ ફોન ભાવેશ ઉર્ફે લાલી જયસુખ જાગરીયા તથા દેવરાજ અશોક દેવીપુજક રહે બંને અંજાર વાળાઓ મળી અંજાર ખાતે ગ્રીનલેન્ડ સોસાયટી મેઘપર બોરીચી વિસ્તારના એક મકાનમાં થી થોડાક દિવસ અગાઉ ચોરી કરી આવેલ હોવાનું જણાવેલ આ બાબતે અંજાર પોલીસ સ્ટેશનના રેકર્ડ પર ખાતરી કરાવતા ફસ્ટ ગુના રજીસ્ટર નં.૧૬૮-૧૮ ઈ.પી.કો કલમ ૪૫૭,૩૮૦ મુજબનો ગુનો દાખલ થયેલ છે. આ ચોરીમાં તેના સાગરીતો ભાવેશ તથા દેવરાજ અંગે પૂછતા તેઓ તેના ઘરે હોવાનું જણાવેલ અને ગઇરાત્રીના તેઓ ત્રણે જણા મળી આદિપુર રાજવી ફાટક પાસે આવેલ દુબઈ ટેક્સટાઇલ્સ સોસાયટીના એક મકાનમાં થી ચોરી કરી રોકડ તથા દાગીના લાવેલ તે ભાવેશ તથા દેવરાજ લઇ ગયેલ હોવાનું જણાવેલ આ દેવરાજ દેવીપૂજક નું રહેણાંક ઝુપડુ જોયેલ હોઈ તેને સાથે રાખી દેવરાજ ના રહેણાંક ઝૂંપડા પાસે જતાં પોલીસને જોઈ બે ઇસમો નાસવા લાગેલ તે પૈકી એક ઈસમને કોર્ડન કરી પકડી નામઠામ પૂછતાં ભાવેશ ઉર્ફે લાલી જયસુખભાઇ જાગરીયા ઉ.વર્ષ,૨૪ રહે.સોરઠિયા નાકા લશ્કર ફરીયુ અંજાર વાળો હોવાનું જણાવેલ અને નાસી જનાર ઈસમ દેવરાજ અશોકભાઈ દેવીપુજક હોવાનું જણાવેલ ભાવેશ ને સાથે રાખી તેના ઝૂંપડાની ઝડતી તપાસ કરતા એક ડબ્બામાંથી બે મોબાઈલ ફોન કિંમત રૂ.૧૦,૦૦૦/-તેમજ રોકડ રૂપિયા ૩,૯૦૩/- મળી આવેલ આ મુદ્દામાલ બાબતે પૂછતાં આ મુદ્દામાલ પોતે બને તથા દેવરાજ દેવીપુજક સાથે મળી આદિપુર તાજેતરમાં રાત્રિના એક મકાનમાંથી ચોરી કરેલ હોવાનું જણાવેલ જેથી આ બાબતે આદિપુર પોલીસ સ્ટેશનમાં રેકર્ડ પર ખરાઇ કરતા ફસ્ટ ગુના રજીસ્ટર નં.૬૦-૧૮ ઈ.પી.કો કલમ ૪૫૭,૩૮૦ મુજબનો ગુનો દાખલ થયેલ છે આમ પકડાઈ ગયેલ બંને ઈસમો પાસેથી મોબાઇલ નંગ-૩ કિંમત રૂ.૨૫૦૦૦/- તથા રોકડા રૂપિયા ૨૦૪૦૩/-નો મુદ્દામાલ ચોરી અને છળકપટથી મેળવેલ હોઇ સી.આર.પી.સી.કલમ ૧૦૨ મુજબ કબજે કરી સી.આર.પી.સી.કલમ ૪૧(૧)ડી મુજબ અટકાયત કરી વધુ તપાસ માટે અંજાર પોલીસને સોંપીછે આ કામગીરીમાં એલ.સી.બી ગાંધીધામના પોલીસ ઇન્સ્પેક્ટર જે.પી જાડેજા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ.કે.ખાંટ સ્ટાફના એ.એસ.આઇ લક્ષ્મણ આહીર,પોલીસ હેડ કોન્સ્ટેબલ નરશી પઢીયાર , રાજેન્દ્ર પરમાર, પ્રહલાદસિંહ ચુડાસમા પોલીસ કોન્સ્ટેબલ મહેન્દ્રસિંહ જાડેજા, કમલેશભાઈ ચાવડા, અજયસિંહ ઝાલા, વિક્રમસિંહ જાડેજા તથા ડ્રાઇવર હરપાલસિંહ ઝાલા તથા ડાઇવર મેરકૂભાઈ આલાણી વગેરે જોડાયેલ.

રિપોર્ટ-બિમલ માંકડ 78746 35092 ધર્મેશ જોગી 98791 87080

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY