નાંદોદ ના કુંવરપુરા ગામે ૨૪ કલાકના ઉભા ભજન થકી ભગવાનને રિજ્વી વહેલો વરસાદની માંગ

0
381

સરકારને નર્મદા ના પાણી છોડવા સદબુદ્ધિ આપે અને આજની યુવા પેઢીને આદિવાસી પરમ્પરા જાળવી રાખવા સાથે પ્રત્યેક ગામજનો સમૃદ્ધ બને એવી પ્રાર્થના કરવામાં આવે છે. 

રાજપીપળા :
નર્મદા જીલ્લાના નાંદોદ તાલુકાના કુંવરપુરા ગામે છેલ્લા 18 વર્ષથી ચૈત્ર મહિનામાં  24 કલાકના ઉભા ભજન કરી માઈ ભક્તિ કરવામાં આવે છે. જે ઉભા ભજન એક અનોખું આકર્ષણ જમાવે છે. અને જેમાં આજુબાજુના ગામો ની ભજન મંડળીઓ તથા લોકો ભાગ લે છે. જેની ગત રોજ પુર્ણાહુતી રાખવામાં આવી જેમાં જીલ્લાના તમામ પક્ષોના આગેવાનો આ ભજન ની રમઝટ માં ભાગ લીધો હતો. જેમાં મુખ્ય આયોજક એવા નગીન વસાવા, નિરંજન વસાવા તથા ગ્રામજનો ના સહયોગ થી આયોજન કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં લોકો 24 કલાક સતત ઉભા રહી  ગરબા રમી રમઝટ જમાવી હતી.

તાજેતરમાં નર્મદા કેનાલ અને નદીમાં પાણી નહિ છોડતા ખેડૂતોની સ્થિતિ દયનિય બની છે અને ખેડૂતોનો ઉભો પાક બળી જાય એવી પરિસ્થિતિ છે ત્યારે આગામી ચોમાસુ વહેલું આવે ભગવાન ચોમાસુ સારું આપે સાથે તમામ ડેમો છલકાઈ જાય અને હાલ ખેડૂતોને પાણી ની વિકટ સમસ્યા છે તો પાણી છોડવાની સરકારને સદબુદ્ધિ આપે એવી પ્રાર્થના સાથે આ ઉભુ ભજન રાખવામાં આવ્યું હતું। જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. અને રાતદિવસ 24 કલાક અખંડ ભજન કરવામાં આવ્યું હતું।
આ બાબતે નિરંજન વસાવાએ જણાવ્યું હતું કે આ ઉભા ભજન ની આદિવાસીઓની વર્ષોથી ચાલતી પરમ્પરા છે જેનાથી આજનો યુવા વર્ગ આ પરમ્પરા ને જાળવે અને  જેનાથી ગામની  સુખ સમૃધ્ધિ અને શાંતિ વધે છે.સાથે ભગવાન આ વર્ષે સારો વરસાદ લાવે અને જેનાથી અમારા ખેડૂતો નું ભલું થાય તેવી ખાસ પૂજા અને પ્રાર્થના કરવામાં આવે છે .

રિપોર્ટર – ભરત શાહ

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY