ભરૂચ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા હાથ ધરાયો આકસ્મિક સર્વે..છૂટક દૂધ વેચનારા ફેરિયાના દૂધના નમૂનાઓ લેવાયાં

0
102

ભરૂચ;
ભરૂચ ખોરાક અને ઔષધ નિયમન કચેરી દ્રારા ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં છૂટક દૂધ વેચાણ કરનારા દૂધવાળાઓના દૂધના નમૂનાઓ લેવાયા હતાં.

પ્રાપ્ત માહિતી મુજબ ભરૂચ જિલ્લા ખોરાક અને ઔષધ નિયમન કચેરી દ્રારા ભરૂચ શહેરમાં છૂટક દૂધનું વેચાણ કરનારા દૂધવાળાઓને રોકી આકસ્મિક સર્વે હાથ ધરવામાં આવતાં દૂધમાં ભેળસેળ કરવાવાળા દૂધ વેચનારાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.ખોરાક અને ઔષધ નિયમન કચેરી ભરૂચના ખોરાક સેફટી ઓફિસર એ.આર.વલવી, ટી.કે.નાગર,એન.એમ.ધામી, તથા એન.એચ.પટેલ મદદગાર રાણા અને સુમિત વસાવા તેમની ટીમ દ્રારા ઝાડેશ્વર વિસ્તારમાં પંચોની હાજરીમાં ગાડીઓ પર ઘરે ઘરે જઈને છૂટક દૂધનું વેચાણ કરનારાઓને રોકી તેમની પાસેના દૂધના ફોર્મલ નમૂના મેળવી સીલ કરી ગુજરાત ખોરાક અને ઔષધ ની કચેરી ખાતે પરીક્ષણ અર્થે મોકલી દેવામાં આવ્યા છે.આ સર્વે માં આજ રોજ કુલ ૮ લોકોના દૂધના નમૂનાઓ મેળવવામાં આવ્યા હતાં.અને જો દૂધમાં ભેળસેળ હોવાનું માલુમ પડશે તો દૂધ વેચનારા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.જોકે અઠવાડિયા થી ચાલનાર આ ઝુંબેશ માં ખોરાક અને ઔષધ નિયમન કચેરી દ્રારા અત્યાર સુધી કુલ ૧૫ દૂધ વેચનારાઓના નમૂના લેવામાં આવ્યા છે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે ફેરિયા પર ગાજ વરસાવનારા અધિકારીઓ એ દૂધ અને તેમાંથી ડેરી પ્રોડક્ટ બનાવી વેચતી દુકાનો પર જો તપાસ કરવામાં આવે તો દ્દહી મઠો શિખંડ માવો પેંડા જેવી દૂધ ની બનાવટો ના ઉનાળા માં સેમ્પલ કેવા જરૂરી છે માત્ર ફેરિયાઓ ના સેમ્પલ લઈ કામગીરી બતાવવી એ પર્યાપ્ત નથી જોવાનું એ રહે છે કે નાની માછલી પછી મગરમચ્છ પર ગાજ વરસેછે કે નહીં!?

રિપોર્ટર:-પ્રકાશ મેકવાન,ભરૂચ.
મો:-9537920203.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY