લગ્નમાં કરેલા ખર્ચની વિગત આપવાનું કેન્દ્ર સરકાર કરે ફરજિયાત: સુપ્રીમ

0
97

ન્યુ દિલ્હી,તા.૧૨
જા કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટની સલાહ માની લીધી તો જલ્દીથી તમારે લગ્નમાં થયેલ કુલ ખર્ચા પાણીનો હિસાબ આપવો પડશે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કÌšં છે કે એ પરિવારો માટે લગ્નમાં થયેલા ખર્ચનો ખુલાસો કરવો ફરજીયાત કરવા પર વિચાર કરે.
કોર્ટના પ્રમાણે, વર અને વધૂ બંને પક્ષોને લગ્નથી જાડાયેલા ખર્ચાને સંબંધિત મેરેજ ઓફિસરને લિખિત રૂપથી જણાવવું ફરજીયાત કરી દેવું જાઇએ. સરકારે આ માટે નિયમ કાયદાની તપાસ કરીને સંશોધન પર પણ વિચાર કરવો જાઇએ. સુપ્રીમ કોર્ટે કÌšં કે આ પગલાથી દહેજની લેણદેણ પર પણ લગામ લાગશે. સાથે જ દહેજ કાયદા હેઠળ થનારી ખોટી ફરિયાદો પણ ત્યારે ઓછી થશે.
કોર્ટે એવું પણ કહયું કે લગ્ન માટે નક્કી કરેલા ખર્ચમાંથી એખ ભાગ પત્નીના બેંક અકાઉન્ટમાં જમા કરાવી શકાય છે કારણ કે ભવિષ્યમાં જરૂર પડે તો એનો ઉપયોગ કરવામાં આવી શકે. કોર્ટે કહયું કે એને ફરજિયાત કરવા પર પણ સરકાર વિચાર કરી શકે છે.
કોર્ટે કેન્દ્ર સરકારને આ બાબચે એક નોટિસ જારી કરીને કહયું છે કે સરકાર પોતાની લો ઓફિસર દ્વારા આ મામલા પર પોતાના મંતવ્યથી કોર્ટને માહિતગાર કરાવે.
જણાવી દઇએ કે કોર્ટ લગ્નથી જાડાયેલા એક વિવાદ પર સુનવણી કરી રÌšં હતું જ્યારે એને કેન્દ્ર સરકારને આ સલાહ આપી. આ મામલામાં પીડિત પત્નીને પતિ અને એના પરિવાર પર ઘણા પ્રકારના આરોપ લગાવ્યા છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY