સામખિયાળી પાસે ટ્રેલર અને બસ અકસ્માતમાં અમદાવાદના: 10 ઘવાયા

0
252

ભચાઉઃ કચ્છમાં વિવિધ યાત્રાધામોના દર્શને આવી રહેલાં અમદાવાદના યાત્રાળુઓના સંઘની બસ સામખિયાળી નજીક ટ્રેલર પાછળ અથડાઈ જતાં 10 લોકોને હળવી-ગંભીર ઈજાઓ પહોંચી છે.

આજે સવારે આ દુર્ઘટના ઘટી હતી. મહાવીર ટ્રાવેલ્સની લક્ઝરી બસ આગળ જતાં ટ્રેલરમાં ઘુસી ગઈ હતી. જેમાં બસ ડ્રાઈવરની કેબિન સહિતના આગળના હિસ્સાનો કડુસલો વળી ગયો હતો. દુર્ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી.

ભચાઉ-સામખિયાળી રોડ પર એસ્સાર કંપની નજીક આ દુર્ઘટના ઘટી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ આગળ જતું કોઈ વાહન પલટી મારી જતાં ટ્રેલરચાલકે એકાએક બ્રેક મારી હતી. જેમાં પૂરપાટ વેગે દોડી રહેલી બસ ટ્રેલર પાછળ અથડાઈ ગઈ હતી. અકસ્માતના પગલે માર્ગ પર લાંબો ટ્રાફિકજામ સર્જાઈ ગયો હતો. પોલીસે સ્થળ પર ધસી જઈને અકસ્માતગ્રસ્ત વાહનોને રોડસાઈડથી હટાવીને રસ્તો ક્લિયર કરાવવા કામગીરી હાથ ધરી છે. ઈજાગ્રસ્તોને 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ મારફતે ભચાઉની સરકારી હોસ્પિટલે ખસેડાયાં છે. દુર્ઘટનામાં એક-બે જણાં ગંભીર રીતે ઘાયલ હોઈ તેમને ગાંધીધામની ખાનગી હોસ્પિટલે ખસેડાયાં હોવાની માહિતી મળી છે.

ઘાયલોની નામાવલિઃ
(1) સુરેખાબેન રાજુભાઈ વાણિયા (ઉ.વ.64) (2) કરીનાબેન શાહ (ઉ.વ.47) (3) દીપ કિરણ શાહ (ઉ.વ.43) (4) હર્ષદ ભરત પરમાર (ઉ.વ.27) (5) પ્રિયલ ભદ્રેશ શાહ (ઉ.વ.73) (6) પ્રેમિલાબેન રજનીકાંત શાહ (ઉ.વ.70) (7) ગીતાબેન હિતેશભાઈ દોશી (ઉ.વ.54) (8) કાર્તિક મુકેશ પરમાર (ઉ.વ.16) (9) સેજલબેન જિજ્ઞેશભાઈ ગાંધી (ઉ.વ.43) (10) ધર્મેશ કીર્તિભાઈ શાહ (ઉ.વ.43)

રિપોર્ટર ગૌતમ બુચિયા (ભુજ-કચ્છ)
મો.૯૭૧૪૦૬૫૪૦૫

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY