લાહોરમાં રેકોર્ડબ્રેક વરસાદથી ૨૦ ફૂટનો ભૂવો પડ્યો: ૧૫ લોકોના મોત

0
52

લાહોર,તા.૫
પાકિસ્તાનાં લાહોરમાં ૩૮ વર્ષના ઇતિહાસમાં રેકોર્ડબ્રેક વરસાદ પડવાને કારણે શહેર નદીમાં ફેરવાયું હતું. ૧૦ કલાકમાં ૨૮૦ મિ.મી. વરસાદથી પૂરની સ્થિતિ સર્જાઈ હતી. અવિરત વરસાદને કારણે વિવિધ દુર્ઘટનાઓમાં ૧૫ લોકોનાં મોત થયાં હતાં અને ૫૦ ઘાયલ થયાની ખબર છે. ભારે વરસાદને પગલે રસ્તા, ઘર અને ગાડીઓ પાણીમાં ડૂબી ગયાં હતાં અને વરસાદનું પાણી સડકો પર ફરી વળ્યું હતું. લાહોરના મોલ રોડ નજીક ભારે વરસાદથી રોડ પર ૨૦ ફૂટનો ભૂવો પડયો હતો. વરસાદને લીધે વિમાનોની અવરજવર પર અસર પડી હતી. કેટલીય ફ્લાઇટોમાં વિલંબ થયો અને રેલવે સેવાઓ પણ ખોરવાઈ હતી. વીજળીનાં ૧૫૦ ફિડરો ઠપ થયાં હતાં.
આ પહેલાં ૧૯૮૦ની સાલમાં લાહોરમાં ૨૦૭ મિલિમીટર વરસાદ વરસ્યો હતો, જેને કારણે શહેરમાં બ્લેકઆઉટની સ્થિતિ સર્જાઈ હતી. કેટલેક ઠેકાણે અંધારપટ છવાયો હતો, લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો.
છેલ્લા ચોવીસ કલાકથી વરસી રહેલા વરસાદને કારણે શહેરમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી. છાતી સમાણાં પાણીમાં ફસાયેલાં લોકોને બહાર કાઢવા માટે બચાવટીમ દ્વારા હોડીઓ કામે લગાડવામાં આવી હતી.
લાહોર શહેરની માઠી દશા બેઠી હોય તેમ લાગે છે. હવામાન વિભાગે હજુ ભારે વરસાદની આગાહી કરીને સત્તાવાળાઓને એલર્ટ રહેવાનું જણાવ્યું છે.

(જી.એન.એસ)

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY