મદરેસામાં ગોડસે અને પ્રજ્ઞા ઠાકુર જેવા લોકો તૈયાર નથી કરાતા : આઝમ ખાન

0
8

લખનૌ,તા.૧૨
ઉત્તર પ્રદેશના રામપુર લોકસભા બેઠકના સાંસદ અને સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાનને મોદી સરકાર પર નિશાન સાધતા જણાવ્યું હતું કે, મદરેસોઓમાં ધાર્મિક શિક્ષા આપવામાં આવે છે. મદરેસાની પ્રકૃતિ નાથૂરામ ગોડસે અને પ્રજ્ઞા ઠાકુર જેવા લોકોને બનાવવાની નથી.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, મદરેસોઓમાં ધાર્મિક શિક્ષણ આપવામાં આવે છે. બાળકોને અહીં અંગ્રેજી, હિન્દી અને ગણિત ભણાવવામાં આવે છે. અને આ પહેલાથી જ કરવામાં આવી રહ્યુ છે. જો તમે મદદ કરવા માંગો છો તો મદરેસાની સ્થિતિને સુધારો. મદરેસા માટે બિલ્ડિંગ તૈયાર કરો તેમને ફર્નીચર અને મધ્યાહન ભોજનની સુવિધા પૂરી પાડો.
આઝમ ખાને જણાવ્યું કે, સૌ પ્રથમ જાહેરાત કરવી જાઈએ કે નાથૂરામ ગોડસેના વિચારોને ફેલાવનારા લોકોને લોકશાહીના દુશ્મન જાહેર કરવામાં આવશે. હકીકતમાં બીજા કાર્યકાળની સત્તા સંભાળતા જ મોદી સરકારે મદરેસા શિક્ષણને આધુનિક બનાવવા અને આને ઔપચારિક શિક્ષણ સાથે જાડવા માટે મહત્વપૂર્ણ પગલા ભર્યા છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY