લાસ વેગાસ,તા.૯
અમેરિકાના લાસ વેગાસમાં દુનિયાના સૌથી મોટા કન્ઝ્યૂમર ઈલેક્ટ્રોનિક શો (સીઈએસ ૨૦૧૯)ની શરૂઆત પહેલાં અહીં દક્ષિણ કોરિયાઈ ઈલેક્ટ્રોનિક્સ કંપની એલજીએ દુનિયાનું સૌથી પહેલું રોલેબલ ટીવી લોન્ચ કર્યું છે. એલજીએ આ ટીવીને ઓએલઈડી ટીવી- આર સિરીઝ અંર્તગત લોન્ચ કર્યું છે. તેનો ત્રણ રીતે ઉપયોગ કરી શકાય છે. આ ટીવીનું વેચાણ આ વર્ષથી શરૂ કરી દેવામાં આવશે. જાકે કંપનીએ તેના ભાવ વિશે હજી કોઈ ખુલાસો કર્યો નથી.
૬૫ ઈંચના આ ટીવીને જ્યારે ઈચ્છીએ અને જ્યાં ઈચ્છીએ ત્યાં જાઈ શકાય છે. તે ઉપરાંત ઈચ્છીએ ત્યારે આ ટીવીને છુપાવી પણ શકાય છે. આ ટીવીને પોસ્ટરની જેમ ફોલ્ડ કરીને પણ રાખી શકાય છે. આ ટીવીનું પ્રોટોટાઈન ગયા વર્ષે સીઈએસમાં રજૂ કરવામાં આવ્યું હતું.
લાઈન વ્યૂ- કંપનીના જણાવ્યા પ્રમાણે આ મોડમાં ટીવીનો મોટા ભાગનો હિસ્સો એક સ્પીકર બોક્સની અંદર રહેશે અને તેનો થોડો હિસ્સો જ બહાર દેખાય છે. તેમાં મ્યૂઝિક, ક્લોક, ફ્રેમ, હોમ ડેશબોર્ડ અને મૂડ જેવા આઈકોન દેખાશે.
ઝીરો વ્યૂ- આ મોડમાં ટીવી સંપૂર્ણ રીતે સ્પીકર બોક્સની અંદર હોય છે અને તેનો કોઈ જ હિસ્સો દેખાતો નથી. જાકે આ મોડમાં યુઝર મ્યૂઝિક અથવા ઓડિયો કન્ટેન્ટ સાંભળી શકે છે.
કંપનીના જણાવ્યા પ્રમાણે આ ટીવીને લોકોની જરૂરિયાત પ્રમાણે બનાવવામાં આવ્યું છે. કારણકે લોકો હવે ટીવી તરીકે એક મોટુ બ્લેક બોક્સ નથી ઈચ્છતા. કંપનીએ આ શોમાં જણાવ્યું હતું કે, આ ઓએલઈડી ટીવીને એમેઝોનના એલેક્સા વોઈસ આસિસ્ટન્ટથી પણ કમાન્ડ આપી શકાય છે અને કંટ્રોલ કરી શકાય છે.
કંપનીના જણાવ્યા પ્રમાણે ટીવીના રિમોર્ટ પર આપવામાં આવેલા પ્રાઈમ વીડિયોનું બટન દબાવીને એલેક્સાને એક્ટિવેટ કરી શકાય છે અને આપણે પ્રાઈમ વીડિયોનું કન્ટેન્ટ ટીવી પર જાઈ શકીએ છીએ.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




