ક્રિસમસ દરમિયાન જે ઝાડને સજાવવામાં આવે છે, તેને ફેંકવા માટેની સ્પર્ધા..!!

0
9

ફ્રૈંકફુર્ટ,તા.૯
દુનિયાભરમાં ક્રિસમસ દરમિયાન ક્રિસમસ ટ્રીને સજાવવામાં આવે છે. સામાન્ય રીતે તહેવાર બાદ ક્રિસમસ ટ્રીને આવતા વર્ષ સુધી સંભાળીને રાખવામાં આવે છે કે પછી તેને બીજા કામો માટે ઉપયોગમાં લેવામાં આવે છે. પરંતુ જર્મનીનાં વિડેંથલમાં દર વર્ષે ક્રિસમસનાં ૧૨ દિવસ પછી ક્રિસમસ ટ્રીને ફેંકવાની અનોખી સ્પર્ધા થાય છે. આ “નટ ફેસ્ટ” નામની આ સ્પર્ધાને ક્રિસમસનો પારંપરિક અંત માનવામાં આવે છે.
ક્રિસમસ ટ્રી ફેકવાની આ સ્પર્ધા છેલ્લા ૧૦ વર્ષથી ચાલુ છે. જેમાં ત્રણ અલગ અલગ ઈવેન્ટ્‌સ રાખવામાં આવે છે. પહેલા ઈવેન્ટમાં લોકોને ઝાડને એક ભાલાની જેમ દુર ફેંકવાનું હોય છે. જેમાં જેનું ઝાડ દુર સુધી ફેંકાય તેની બીજા રાઉન્ડમાં એન્ટ્રી થાય છે.
બીજા રાઉન્ડમાં લોકોને ઝાડને હથોડાની જેમ ફરાવીને ફેંકવાનું હોય છે, જે હેમર થ્રો જેવું હોય છે. આ ઉપરાંત છેલ્લા રાઉન્ડમાં સ્પર્ધકને તેના જાડને હાઈ જમ્પની જેમ ઊંચાઈ પર લાગેલા એક પોલની પાર કરવાનું હોય છે.
ત્રણેય રાઉન્ડમાં સૌથી દુર ઝાડને ફેંકનાર સ્પર્ધકને વિજેતા જાહેર કરવામાં આવે છે. મહત્વની વાત એ છેકે આ ઝાડને તોડ્યા બાદ સળગાવીને પાર્ટી કરવામાં આવે છે. આ ઉપરાંત જીત પછી આતશ બાજી પણ કરવામાં આવે છે. દર વર્ષે દેશનાં હજારો લોકો આ સ્પર્ધા જાવા માટે જાય છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY