અમદાવાદ,તા.૨૬
અમદાવાદમાં હજુ તો ગયા અઠવાડિયે જ વટવા વિસ્તારમાં બે લોકોના તાડી પીધા બાદ શંકાસ્પદ મોત થયાની વાત સામે આવી હતી. ત્યાં ફરી એક વખત વસ્ત્રાલમાં ચાર લોકોના શંકાસ્પદ મોત થતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ છે.
મળતી માહિતી પ્રમાણે દેશી દારૂ પીવાના લીધે આ લોકોના મોત થયાની આશંકા વ્યક્ત થઇ રહી છે. ત્યારે અમદાવાદમાં ફરી લઠ્ઠાકાંડ સર્જાય તેવી શકયતા છે. બીજીબાજુ સ્થાનિકોનું કહેવું છે કે દારૂ અને તાડી મિક્સ કરીને પીવાથી આ લોકોના મોત થયા છે. એમ પણ કહેવાય છે કે એક યુવાને દારૂ નહીં મળતાં નશાની ગોળી ખાતા મોત થયાની આશંકા છે. જેમાંથી એક યુવાનનો અંતિમ સંસ્કાર પણ કરી દેવાયો છે.
અમદાવાદ શહેરમાં ઠેર – ઠેર દેશી દારૂની નદીઓ વહી રહી છે. પોલીસ માત્ર છારાનગરમાં જ દરોડા પાડવાના નાટકો કરે છે. પરંતુ હકીકત કંઇક અલગ જ હોય છે.
દેશનું યુવાધન સસ્તાં નશાને રવાડે ચડી રહ્યું છે, તેમાંથી અમદાવાદ જેવા શહેરો પણ બાકાત નથી. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ઠેર – ઠેર નશાની ગોળીઓ વેચાઈ રહી છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"





