અ.મ્યુ. કો. દ્વારા ચૂંટણીલક્ષી બજેટની તડામાર તૈયારીઓ શરૂ

0
8

અમદાવાદ,તા.૧૦
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વહીવટી સત્તાવાળાઓએ ચાલુ વર્ષ ર૦૧૮-૧૯નું રૂ.૬પ૦૦ કરોડનું ડ્રાફટ બજેટ તૈયાર કર્યું હતું. હવે આગામી તા.૧ એપ્રિલ, ર૦૧૯થી શરૂ થતા આગામી નાણાકીય વર્ષ ર૦૧૯-ર૦ના ડ્રાફટ બજેટ માટે તંત્રમાં બેઠકોનો દોર આરંભાયો છે. આ વર્ષે લોકસભાની ચૂંટણી હોઇ મ્યુનિસિપલ કોર્પોરેશનનું આગામી બજેટ પૂરેપૂરું ચૂંટણીલક્ષી રંગ ધરાવશે એટલે કે કરવેરાવિહોણું એવું ફુલગુલાબી બજેટ નાગરિકો સમક્ષ રજૂ કરાશે, જે રૂ.૭,૦૦૦ કરોડથી વધારે તેમજ કરવેરા વિહોણું હશે.
અગાઉના કમિશનર મૂકેશકુમારે રૂ.૩૩૦૦ કરોડના વિકાસકામો અને રૂ.૩ર૦૦ કરોડનું રેવન્યૂ ખર્ચ ધરાવતું રૂ.૬પ૦૦ કરોડનું ડ્રાફટ બજેટ રજૂ કર્યું હતું. મૂકેશકુમારના ડ્રાફટ બજેટમાં નાગરિકો પર એક પણ રૂપિયાનો વેરો નખાયો નહોતો તેમજ હેરિટેજ સિટીના દરજ્જાને મોખરાનું સ્થાન અપાયું હતું. જ્યારે એક રૂપિયાની જાવકમાં ૩૦ ટકા એસ્ટાબ્લિશમેન્ટ ખર્ચ દર્શાવાયો હતો. બીજી તરફ ચાલુ નાણાકીય વર્ષના હવે ગણતરીના ચાર મહિના શેષ રહ્યા હોવા છતાં આજે પણ એસ્ટાલ્બિશમેન્ટ ખર્ચ ઘટ્યો નથી તો અનેક નવા પ્રોજેકટ કાગળ પર જ રહ્યા છે.
હાલના મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરા માટેનું આ પ્રથમ ડ્રાફટ બજેટ છે. શહેરીજનોમાં ઓપરેશન દબાણ હટાવોથી વિજય નહેરાએ ખાસ્સી એવી લોકપ્રિયતા મેળવી છે. તેમના સ્વચ્છતા અભિયાન અને સ્માર્ટસિટી પ્રોજેકટ પ્રત્યેની ગંભીરતાએ પણ લોકપ્રશંસા મેળવી છે.
તંત્રના ડ્રાફટ બજેટ બાદ પંદરેક દિવસમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અમૂલ ભટ્ટ પણ પોતાનું પ્રથમ સુધારિત બજેટ રજૂ કરશે. અગાઉના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પ્રવીણ પટેલ દ્વારા તંત્રના રૂ.૬પ૦૦ કરોડના ડ્રાફટ બજેટમાં રૂ.૪૯૦ કરોડના કામોના વધારા સાથે રૂ.૬૯૯૦ કરોડના સુધારિત બજેટને મંજૂર કરાયું હતું.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY