દક્ષિણ પૂર્વ પેરુમાં હોટેલમાં લગ્ન સમારંભમાં ભેખડ ધસી પડતાં ૧૫ લોકોના મોત

0
9

લીમા,તા.૨૮
દક્ષિણ પૂર્વ પેરુના પર્વતીય વિસ્તારમાં આવેલી એક હોટલમાં લગ્ન સમારંભ ચાલી રહ્યો હતો ત્યારે જ પહાડ પરથી લેન્ડસ્લાઈડ થતા જમીન ધસી પડતા ઓછામાં ઓછા ૧૫ લોકોના મોત થયા. અધિકારીઓએ રવિવારે આ દુર્ઘટનાની જાણકારી આપી. આ હોટલ પર્વતીય શહેર એબનકેમાં આવેલી છે.
શહેરના મેયરએ આરપીપી રેડિયોને જણાવ્યું કે પહાડો પરથી લેન્ડસ્લાઈડ થતા ભેખડો ધસી પડી અને હોટલની દીવાલ પર પડવા લાગી હતી.
મેયર ઈવારિસ્ટો રામોસે કહ્યું કે લગ્ન સમારંભના કાર્યક્રમમાં લગભગ ૧૦૦ મહેમાન આવ્યાં હતાં. આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા ૧૫ લોકો માર્યા ગયા અને ૩૪ જેટલા ઘાયલ થયા હોવાના અહેવાલ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY