આ એવોર્ડ મેળવનાર અન્ના નોર્થ આઈલેન્ડની પ્રથમ લેખિકા છે મિલ્કમેન ઉપન્યાસ માટે લેખિકા અન્ના બર્ન્સને મેન બૂકર એવોર્ડથી સન્માનિત કરાયા

0
13

વાશિંગ્ટન,તા.૧૭
નોર્થ આર્યલેન્ડની લેખિકા અન્ના બર્ન્સ (૫૬)ને મેન બૂકર એવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે. તેને આ એવોર્ડ મિલ્કમેન ઉપન્યાસ માટે આપવામાં આવ્યો છે. આ એવોર્ડ મેળવનાર અન્ના નોર્થ આઇલેન્ડની પ્રથમ લેખિકા છે. અન્નાને ૫૨,૫૦૦ પાઉન્ડ (૫૦ લાખ ૮૫ હજાર રૂપિયા) ઇનામમાં પણ આપવામાં આવ્યા છે. બુકરના ૪૯ વર્ષના ઇતિહાસમાં આ પુરસ્કાર મેળવનાર અન્ના ૧૭મી અને ૨૦૧૩ બાદ પ્રથમ મહિલા છે.
મિલ્કમેનમાં એક યુવતીને પરણિત વ્યક્તિ સાથે પ્રેમ થઇ જાય છે. ત્યારબાદ નોર્થ આર્યલેન્ડમાં બંનેએ રાજકીય વિરોધનો સામનો કરવો પડે છે. લંડનમાં થયેલા સમારંભમાં અન્નાને આ પુરસ્કાર આપવામાં આવ્યો છે.
જજની પેનલની આગેવાની કરનાર ક્વામે એન્થની અપૈયાએ જણાવ્યું કે, અન્નાએ પોતાના પુસ્તકમાં જે લખ્યું, એવું અમે પહેલાં કયારેય નથી વાંચ્યુ. તે પોતાના લેખનમાં પારંપરિક વિચારને પડકાર આપતી જાવા મળે છે.
અપૈયાએ વધુમાં કહ્યું કે, મિલ્કમેન ઉપન્યાસ ક્રૂરતા, યૌન અતિક્રમણ અને પ્રતિરોધી હાસ્યની સાથે થાકી ગયેલા વિરોધની વાર્તા છે. જે વિભાજિત સમાજમાં વ્યક્તિના કપટપૂર્ણ સ્વરૂપોની શોધ કરે છે.
અન્ના બ્રિટનના સસેક્સમાં જ રહે છે. મિલ્કમેન એવી યુવતી પર કેન્દ્રિત છે જે એક રૂઢીવાદી સમૂહમાં અફવા, સામાજિક દબાણ અને રાજનીતિની મદદથી પોતાનો રસ્તો શોધે છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY