ગાંધીનગર,તા.૬
ગાંધીનગરમાં પીપળજ પાસે દીપડાના ફૂટપ્રિન્ટ મળ્યા છે. આલોહાહિલ્સ પાસે દીપડાના ફૂટપ્રિન્ટ મળી આવ્યા છે. દીપડાના પગના પંજાના નિશાન મળતા તંત્રમાં દોડધામ મચી ગઇ છે. અગાઉ વિધાનસભાના ગેટની અંદર દીપડો ગુસવાના સીસીટીવી ખૂબ જ વાઇરલ થયા હતા.
હાલ દીપડા મામલે વન વિભાગના ડીએફઓ સહિત સ્થાનિક અને ઉચ્ચ અધિકારીઓની બેઠક યોજાઇ છે. કારણ કે થોડા સમય અગાઉ સચિવાલયમાં પણ દીપડો દેખાયો હતો. જેથી ફરી સાબરમતી નદીના કિનારે વન વિભાગ હરકતમાં આવ્યું છે.
ફૂટ પ્રિન્ટના નિશાન દીપડાના જ છે કે કેમ તે દીશામાં તપાસ ચાલી રહી છે. મોડીરાત્રે સ્થાનિકોએ દીપડો જાયો હોવાનો દાવો કર્યો છે. જેથી દીપડાની હાજરીના સંકેત અંગે વન વિભાગે પણ પુષ્ટિ કરી છે. જેથી એકલ દોકલ ન નીકળવા ગ્રામજનો અને સરપંચને સૂચના અપાઈ છે. તેમજ વન વિભાગે દીપડાને પકડવા પાંજરા પણ ગોઠવ્યા છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




