અમદાવાદ,તા.૨૦
મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત એલજી હોસ્પિટલમાં ગંદકી જેવી સમસ્યા તો દર્દીઓને પરેશાન કરે છે પરંતુ હવે તો મોબાઇલ ચોરનો ઉપદ્રવ વધ્યો છે. આના કારણે દર્દીઓનાં સગાં-સંબંધીઓ માટે હોસ્પિટલમાં પગ મૂકતી વખતે મોબાઇલ ફોનને સાચવવો ખાસ જરૂરી બન્યો છે. આ અંગે તંત્રમાં ઉચ્ચ સ્તરે ઉગ્ર રજૂઆત પણ કરાઇ છે.
એલજી હોસ્પિટલમાં લાખો રૂપિયાના ખર્ચે સિક્યોરિટીની વ્યવસ્થા ગોઠવાઇ છે. સીસીટીવી કેમેરા પણ લગાવાયા છે તેમ છતાં મોબાઇલ ચોરે દર્દીઓ અને તેમના સગાં-સંબંધીઓમાં ફફડાટ ફેલાવ્યો છે.
હોસ્પિટલમાં ફીમેલ મેડિકલ વોર્ડ-૧માંથી દર્દી અલ્તાફ શેખ તેમજ સ્ટાફ નર્સ નીલધરાબહેન શાહ સહિતના ચાર વ્યક્તિના એક જ દિવસે મોબાઇલ ચોરાયા છે, જે અંગે મણિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરાઇ છે.
આ અંગે કોર્પોરેટર ઇકબાલ શેખ દ્વારા મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરા સમક્ષ લેખિત ફરિયાદ કરાઇ હોઇ તેઓ વધુમાં કહે છે, છેલ્લા ત્રણ મહિનાથી એલજી હોસ્પિટલમાં મોબાઇલ ચોરાઇ રહ્યા છે.
હોસ્પિટલના સ્ટાફના પણ ફોન સલામત રહ્યા નથી. અધિકારીઓ પણ આ મામલે ખાસ ગંભીર નથી. આ સંજાગોમાં ખાસ કરીને રાત્રે બાઉન્સર મૂકવાની જરૂર છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



