સુરેન્દ્રનગર જિલ્લાના પોલીસ વડા દિપક કુમાર મેઘાણી દ્વારા જિલ્લાની સુરેન્દ્રનગર જીલ્લા પોલીસને સતર્ક કરી, દારૂ જુગારની પ્રવૃત્તિ નેસ્ત નાબૂદ કરી, પ્રોહીબિશનના બુટલેગરો ઉપર વોચ રાખવા તથા જિલ્લામાં પ્રવેશતા પર પ્રાંતીય વિદેશી દારૂ બાબતે હાઇવે ઉપર વોચ રાખી,
મેળવી, પ્રોહીબિશનના કેસો શોધી કાઢવા તથા દેશી વિદેશી દારૂના કેસોમાં વોન્ટેડ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે ખાસ ઝૂંબેશ હાથ ધરવામાં આવેલ.
સુરેન્દ્રનગર જિલ્લાના પોલીસ અધિકારીઓને પ્રોહીબિશનના કેસો શોધી કાઢી, દેશી વિદેશી દારૂના ગુન્હાઓમાં નાસતા ફરતા વોન્ટેડ આરોપીને પકડી પાડવા માટે સૂચનાઓ કરવામાં આવેલ.
લીંબડી ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાએ આપેલ સૂચના અને માર્ગદર્શન હેઠળ ચુડાના ઇન્ચાર્જ પો.સ.ઇ. જી.જી.પરમારને મળેલ બાતમી આધારે પાણશીણા પીએસઆઇ એ.એચ.ગોરી તથા સ્ટાફના હે.કો. પ્રકાશભાઈ, વખતસિંહ, મહેન્દ્રસિંહ, પો.કોન્સ. મહાવીરસિહ, અશ્વિનાસિંહ, હિતેન્દ્રસિંહ, રાજેન્દ્રભાઈ, જલાભાઈ, રાજેન્દ્રભાઈ સહિતની ટીમ દ્વારા મળેલ માહિતી આધારે ચુડા તાલુકાના કોરડા ગામે સમઢિયાળા ગામ જવાના રસ્તે સરકારી ખરાબાની સીમમાંથી જુદી જુદી બ્રાન્ડની પેટીઓ નંગ 334 કિંમત રૂ. 12,60,000/- ના મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ છે. આરોપી ઉદય દેવાયત કાઠી રહે. કોરડા ગામ તથા સોમકુ કાઠી રહે. ભાણેજડા ગામ હાજર મળી નહિ આવતા, ચુડા પોલીસ સ્ટેશન ખાતે બંને આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી, બને આરોપીને પકડી પાડવા ચક્રો ગતિમાન કરવામાં આવેલ* છે.
ઉપરાંત, બીજા એક બનાવમાં લીંબડી ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાએ આપેલ સૂચના અને માર્ગદર્શન હેઠળ લીંબડી પો.સ.ઇ. જી.જી.પરમારને પો.કો. હનીફખાન મારફતે મળેલ બાતમીના આધારે ચુડા ખાતે કટિંગ દરમિયાન નાસી ગયેલ આરોપી ઉદય દેવાયતભાઈ કાઠી દરબાર વિદેશી દારૂના જથ્થા સાથે લીંબડીથી પસાર હોવાની હકીકત આધારે લીંબડી પોલીસ સ્ટેશનના પીએસઆઇ જી.જી.પરમાર તથા સ્ટાફના એ.એસ.આઇ. બાબુલાલ, ઇન્દ્રસિંહ, મહેન્દ્રસિંહ, હનીફ ખાન, દિલાવર ભાઈ, ઋતુરાજસિંહ, સહિતના પોલીસ ટીમ દ્વારા પીછો કરતા, આરોપી ઉદય દેવાયત કાઠી નેશનલ હાઇવે ઉપર આવેલ નસીબ અપના અપના હોટલના કમ્પાઉન્ડમાં વિદેશી દારૂ ભરેલ ઇકો GJ 02 VD 1185 મૂકીને નાસી ગયેલ. જેમાં તપાસ કરતા વિદેશી દારૂની બોટલ નંગ 192 કિંમત રૂ. 76,800/- નાના ચપલા નંગ 96 કિંમત રૂ. 9,600/- ઇકો ગાડી કિંમત રૂ. 2,00,000/- મળી કુલ કિંમત રૂ. 2,86,400/- નો મુદ્દામાલ પકડી પાડવામાં આવેલ. જે અંગે લીંબડી પો.સ્ટે.મા અલગથી આરોપી ઉદય દેવાયત કાઠી દરબાર રહે. કોરડા તા. ચુડા ના વિરુદ્ધ ગુન્હો નોંધી, કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
આમ, લીંબડી તથા ચુડા પંથકમાંથી પોલીસે આશરે રૂ. 15,50,000/- ના મુદ્દામાલ પકડી પાડી, અલગ અલગ બે ગુન્હાઓ નોંધી, આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે….
ચુડા તથા લીંબડી પોલીસ દ્વારા આ વિદેશી દારૂ ક્યાંથી લાવવામાં આવેલ હતો અને કોને પહોંચાડવાનો હતો..? અન્ય કોણ કોણ આરોપીઓ આ ગુન્હામાં સંડોવાયેલ છે..? આ સિવાય દારૂ બીજા કોઈને આપેલ છે કે કેમ..? વિગેરે મુદ્દાઓસર અને આ ગુન્હાના નાસી ગયેલ મુખ્ય સૂત્રધાર આરોપી ઉદય કાઠીને પકડી પાડવા ચક્રો ગતિમાન કરી, વધુ તપાસ પો.સ.ઇ. જી.જી.પરમાર તથા સ્ટાફ દ્વારા તજવીજ હાથ ધરવામાં આવેલ છે.
રિપોર્ટર : દિપકસિંહ વાઘેલા
લીંબડી ( જી.સુરેન્દ્રનગર)
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






