૮૩ ટકા વિદ્યાર્થીઓ થયા પાસ,વિદ્યાર્થીનીઓએ બાજી મારી
ન્યુ દિલ્હી,તા.૨૬
કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (ઝ્રમ્જીઈ) ધોરણ-૧૨નું પરિણામ આજે જાહેર થઇ ગયું છે. કુલ પરિણામ ૮૩.૦૧ ટકા આવ્યું છે, જે ગત વર્ષ કરતાં ૧ ટકા વધુ છે. તમામ રીઝનના પરિણામ સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકેન્ડરી એજ્યુકેશને એક સાથે જ જાહેર કર્યા છે. આ વખતે પણ પરિણામોમાં છોકરીઓએ બાજી મારી છે. ટોપર્સ યાદીમાં નોઇડા અને ગાઝિયાબાદના સ્ટુડન્ટસ છવાઇ ગયા છે. ટોપ ૧૦માં ૫ વિદ્યાર્થી નોઇડા અને ગાઝિયાબાદથી છે. નોઇડાની મેઘના શ્રીવાસ્તવે આખા દેશમાં ટોપ કર્યું છે. ત્યારે છોકરીઓના પાસિંગની ટકાવારી પણ છોકરાઓની સરખામણીમાં ૯.૩૨ ટકા વધુ છે. ટોપ થ્રીમાં કુલ ૯ વિદ્યાર્થી છે અને તેમાં ૬ છોકરીઓ છે. ક્ષેત્રવાર પરિણામોની દ્રષ્ટીથી ત્રિવેન્દ્રમ રીઝન (૯૭.૩૨)એ ટોપ કર્યું છે. જ્યારે બીજા નંબર પર ચેન્નાઇ (૯૩.૮૭) અને ત્રીજા નંબર પર દિલ્હી (૮૯.૦) છે.
૫૦૦ માર્કની પરીક્ષામાં ટોપર મેઘવા શ્રીવાસ્તવને ૪૯૯ માર્ક મળ્યા છે. બીજા નંબર પર અનુષ્કા ચંદ્રાને પણ ૪૯૮ માર્ક મળ્યા ચે. માનસીએ સ્ટેપ બાય સ્ટેપ સિનિયર સેકેન્ડરી સ્કૂલ તાજ એક્સપ્રેસ ગૌતમ બુદ્ધ નગરથી અભ્યાસ કર્યો છે. બીજા નંબર પર રહેલ અનુષ્કા પણ ગાઝિયાબાદની છે અને તેણે વસુંધરાની એસએસે સ્કૂલમાંથી અભ્યાસ કર્યો છે. ત્રીજા નંબર પર સંયુકત રીતે ૬ વિદ્યાર્થી છે.
ત્રીજા નંબર પર લુધિયાણાની આસ્થા લાંબા, જયપુરની ચાહત ભારદ્વાજ, હરિદ્વારની તનુજા કાપરી, નોઇડાની સુપ્રિયા કૌશિક, ગાઝિયાબાદના નકુલ ગુપ્તા અને ક્ષિતિજ આનંદની સાથે મેરઠની અનન્યા સિંહ છે. આ તમામ ૬ વિદ્યાર્થીઓને ૪૯૭ અંક મળ્યા છે. ટોપરની યાદીમાં આ વખતે નોઇડા અને ગાઝિયાબાદનો દબદબો જોવા મળી રહ્યો છે. ટોપ્ થ્રીમાં ૯ સ્ટુડન્ટસમાંથી ૫ સ્ટુડન્ટ નોઇડા અને ગાઝિયાબાદના છે.
૨૮૩૬ દિવ્યાંગ વિદ્યાર્થીઓએ આ વખતે ૧૨મા ધોરણની પરીક્ષા આપી જેમાં ૨૪૮૨ વિદ્યાર્થી પાસ થયા છે. છોકરીઓને પાસિંગની ટકાવારી ૮૮.૩૧ છે અને છોકરાઓની ૭૮.૯૯ ટકાવારી રહી. ૨૦૧૭મા પાસ બાળકોની કુલ ટકાવારી ૯૨.૦૨ હતી, જે આ વખતે વધીને ૯૪.૯૪ ટકા રહી છે. પાસ વિદ્યાર્થીઓમાં જવાહર નવોદય વિદ્યાલય અને કેન્દ્રીય વિદ્યાલયોની ટકાવારી ઘણી સારી રહી છે. નવોદયના ૯૭.૦૭ અને કેન્દ્રીય વિદ્યાલયોમાં ૯૭.૭૮ ટકા વિદ્યાર્થી પાસ થયા છે.
(જી.એન.એસ)
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





