સરકારનો લીલોછમ વાયદો, એક દિવસમાં 10 કરોડ વૃક્ષોનુ પ્લાન્ટેશન થશે

0
91
તમામ જિલ્લાઓમાં વન મહોત્સવ યોજાશે
– જાણો ગુજરાતમાં જંગલ સિવાયના વૃક્ષોની વસ્તી કેટલી છે

આગામી ૨૦મી જુલાઈએ રાજ્યભરમાં વન મહોત્સવની ઉજવણી થશે. કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના સરસપુર ગામ નજીક આવેલા રુદ્રમાતા ડેમસાઇટ ઉપર મુખ્યમંત્રી વિજય રૃપાણીના અધ્યક્ષસ્થાને રાજ્યકક્ષાના વન મહોત્સવની ઉજવણી કરાશે. ત્યારબાદ ૨૯મી જુલાઈએ તમામ ૩૩ જિલ્લામાં જિલ્લા કક્ષાનો વન મહોત્સવ ઉજવાશે. જંગલ સિવાયના વૃક્ષોની સંખ્યા 25 કરોડથી વધીને 34 કરોડે પહોંચી વનમંત્રી ગણપત વસાવાએ મીડિયા સાથેની વાતચીતમાં વધુમાં જણાવ્યું હતું કે, ૬૯મા વન મહોત્સવમાં નદી કાંઠાઓ ઉપર તૈયાર કરાયેલા ૮૫૦થી વધુ સ્થળો પર ૪૦ લાખ રોપાનું વાવેતર થશે. જ્યારે સમગ્ર રાજ્યમાં ૧૦ કરોડ વૃક્ષોનું વાવેતર કરી તેનું જતન કરાશે. રાજ્યમાં આવેલા જંગલો સિવાય વૃક્ષોની સંખ્યા ૨૫ કરોડથી વધીને ૩૪ કરોડ સુધી પહોંચી છે. આ મહોત્સવમાં એનજીએ, શૈક્ષણિક ઘાર્મિક સંસ્થાઓને પણ જોડાશે. જિલ્લા કક્ષાએ ૪૫૦૦ ગામોમાં ઉજવણી કરાશે. વૃક્ષોના વાવેતરમાં ગુજરાતનું બીજું સ્થાન છે. શાળા- કોલેજોના વિદ્યાર્થીઓ પ્રાર્થના સભામાં વનોની અગત્યતા, વૃક્ષારોપણનું મહત્વ, ગ્લોબલ વોર્મિંગ, પર્યાવરણ સુરક્ષા જેવા વિષયો પર વકતવ્ય સ્પર્ધા, રેલી જેવા કાર્યક્રમો પણ યોજાશે. રાજ્ય કક્ષાના કાર્યક્રમ ઉપરાંત ૮ મ્યુનિ. કોર્પોરેશનો, ૩૩ જિલ્લામાં, ૨૦૧ તાલુકામા એક સાથે ૩૦મી જુલાઈના રોજ થનારી ઉજવણીમાં પ્રભારી મંત્રી, પ્રભારી સચિવો ભાગ લેશે જિલ્લાદીઠ એક એમ કુલ ૩૩ ‘વૃક્ષરથ’ ફરીને ડોર ટુ ડોર રોપા વિતરણ કરશે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY