66 વર્ષ પછી નખ કાપ્યા આ ભારતીય નાગરિકે

0
65
શ્રીધર ચિલ્લાલના નામે સૌથી લાંબા નખ રાખવાનો રેકોર્ડ છે

 વિશ્વમાં સૌથી લાંબા નખ ધરાવતા ભારતીય શ્રીધર ચિલ્લાલે આખરે 66 વર્ષ પછી પોતાના નખ કાપ્યા છે. 82 વર્ષીય શ્રીધરે પોતાના નખ અમેરિકામાં એક ટીવી શો માટે આયોજીત પ્રોગ્રામમાં કાપ્યા હતા. આ તમામ નખની લંબાઈ 909.6 સેન્ટીમીટર છે.જ્યારે એક અંગૂઠાના નખની લંબાઈ તો 197.8 સેન્ટીમીટર છે. 2016માં શ્રીધર ચિલ્લાલને એક હાથ પર સૌથી લાંબા સમય માટે નખ રાખવા બદલ ગિનીઝ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન અપાયુ હતુ. જોકે હવે તેમનો આ હાથ વિકલાંગ થઈ ગયો છે. ટીવી કાર્યક્રમ રિપલે બિલિવ ઈટ ઓર નોટ મ્યુઝિયમ દ્વારા આ સમારોહ માટે શ્રીધર ચિલ્લાલને પૂણેથી ન્યુયોર્ક બોલાવવામાં આવ્યા હતા. હવે તેમન નખને ટાઈમ્સ સ્કેવર સ્થિત મ્યુઝિયમમાં સાચવવા માટે મુકાશે. જ્યાં દુનિયાભરની 500 જેટલી કલાકૃતિઓ સાચવવામાં આવી છે. નખ વધારવાના કારણે શ્રીધરને રોજબરોજની જિંદગી જીવવામાં ખાસી એવી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.એ પછી પણ તેમણે નખ વધારવાનુ ચાલુ રાખ્યુ હતુ.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY