૩૧ સિંહોને આઈસોલેશનમાં ખસેડવામાં આવ્યા : સરકારનો ગુજ.હાઈકોર્ટમાં જવાબ

0
41

અમદાવાદ,તા.૧૫
ગીર અભ્યારણમાં સિંહોના મોત મામલે હાઈકોર્ટમાં સુનાવણી થઈ. હાઈકોર્ટે કોર્ટ મિત્ર પાસે સૂચનો માગ્યા હતા. સિંહોના મોતને અટકાવવા તત્કાલ ધોરણે શું પગલા જરૂરી છે તે બાબતે હાઈકોર્ટે સૂચનો માગ્યા હતા. સરકારને તાત્કાલિક ધોરણે શું નિર્દેશ આપી શકાય તે બાબતે પણ કોર્ટ મિત્ર પાસે સૂચન માંગ્યા હતા.
ત્યારે સિંહોના મોતને અટકાવવા સરકારે જવાબ રજૂ કર્યો હતો. સરકાર વતી એડિશનલ એડવોકેટ જનરલે જવાબ આપ્યો કે સિંહોના મોતને લઈને સરકાર ગંભીર છે. ૩૩ ચેપી સિંહોને રસી આપઈ છે. ૫૦૦ જેટલી રસી આપવામાં આવી છે. હાઈકોર્ટે પૂછ્યું કે ૩૧ સિંહોના આઈસોલેશન મામલે ઈન્ફેક્શન રોકવા શું પગલાં લેવા અને નિષ્ણાતોની શું સલાહ છે.? જેના જવાબમાં સરકારે કહ્યું કે ૩૧ સિંહોને આઈસોલેશનમાં ખસેડવામાં આવ્યા છે.
તમામ સિંહોનું વેક્ષીનેશન કરવું જરૂરી નથી. તો અન્ય ૫૦૦ રસી પણ માંગાવઈ છે. રેગ્યુલર સર્વે કરવામા આવી રહ્યો. ગ્રીન એરિયા અને રેડ એરિયાને જુદો પાડવામાં આવ્યો. રેડ એરિયાને વાયરસ ઈફેક્ટેડ સિંહો તરીકે અલગ પાડ્યો છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY