તિરુવનંતપુરમ્,તા.૧૫
કેરળ નન રેપ કેસના આરોપી બિશપ ફ્રેન્કો મુલક્કલના કેરળ હાઇકોર્ટે શરતી જામીન મંજૂર કરતા રાહત આપી હતી. શરતોને આધિન જામીન પર બહાર નિકળેલા બિશપને કેરળમાં પ્રવેશ કરવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે અને તેના પાસપોર્ટને કોર્ટ દ્વારા જપ્ત કરવામાં આવ્યો છે.
કેરળ નન રેપ કેસમાં આરોપી બિશપ ફ્રેન્કો મુલક્કલની પોલીસે ૨૧ સપ્ટેમ્બરે ધરપકડ કરી હતી અને કોર્ટે ૩ ઓક્ટોબરે તેની જામીન અરજીને ફગાવી હતી. જે પછી બિશપે હાઇ કોર્ટનો દરવાજા ખખડાવ્યો હતો. બિશપે તેની અપીલમાં લથડતી તબિયત વિશે કોર્ટને જણાવ્યું હતું.
સુનાવણીમાં કોર્ટે જણાવ્યું કે બિશપ તેમના હોદ્દા પર નથી. પરંતુ આ મામલાના બધા જ સાક્ષીઓને કોર્ટ દ્વારા ચોવીસે કલાકની સુરક્ષા આપવામાં આવી છે.
પીડિતાએ ૨૦૧૪થી ૨૦૧૬ સુધી બિશપ દ્વારા તેનું જાતિય શોષણ કરવાનો આરોપ લગાવ્યો હતો. બિશપે આ આરોપોને નકારતા, તેમની સામે બદલો લેવાની ભાવનાથી ફરિયાદ થઇ હોવાનો તર્ક લગાવ્યો હતો. બિશપે પીડિતાની ફરિયાદ સામે તપાસની માંગણી કરી હતી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



