૨૦૧૩માં પણ લાયન એરનું બોઈંગ ૭૩૭ ક્રેશ થયું હતું પરંતુ બધા બચી ગયા હતા

0
11

જકાર્તા,તા.૨૯
અત્યારે ઇન્ડોનેશિયાની લાયન એરલાઇન્સના બોઇંગ ૭૩૭ વિમાન ક્રેશ થવાના સમાચાર છે. ઉડાનના ૧૩ મિનિટમાંજ આ પ્લેન ક્રેશ થયું છે. આ ઘટનામાં ઓનબોર્ડ દરેક વ્યક્તિની શોધખોળ શરુ છે. ૨૦૧૩માં લાયન એરલાઇન્સનું બોઇંગ ૭૩૭ પ્લેન દરિયામાં ક્રેશ થયું હતું. જાકે સદનસીબે અમુક ઇજાઓ સાથે ૧૦૧ પેસેન્જર, બે પાયલટ અને ૫ ફ્લાઇટ અટેન્ડન્ટનો બચાવ થયો હતો.
લાયન એર ફ્લાઇટ ૯૦૪ન ડોમેસ્ટિક પેસેન્જર ફ્લાઇટ હતી જે બાંદુંગના હુસેન સસ્ત્રેનગેરા ઇન્ટરનેશનલ એરપોર્ટથી બાલી ઇન્ટરનેશનલ એરપોર્ટ જઇ રહી હતી. ૧૩ એપ્રિલ ૨૦૧૩ના બાલીના રનવેથી થોડે દૂર આ બોઇંગ ૭૩૭ ફ્લાઇટ દરિયામાં ક્રેશ થઇ ગઇ. ૧૦૧પેસેન્જર્સ અને ૭ ક્રૂ મેમ્બર્સનો બચાવ થયો હતો. ઘટનામાં ૪૬ને ઇજા થઇ હતી જેમાં ૪ લોકોને ગંભીર ઇજાઓ હતી. અમુક પેસેન્જર્સ દરિયામાં કૂદીને તરીને કિનારા સુધી હેમખેમ પહોંચી ગયા હતા. તપાસકર્તાઓએ રિપોર્ટમાં જણાવ્યું હતું કે તેમાં પાયલટની ભૂલ હતી. એરક્રાફ્ટમાં કોઇ સમસ્યા ન હતી. દરેક પ્રણાલી ચોક્કસ રીતે ચાલી રહી હતી. તેમાં પાયલટ દ્વારા મેન્યુઅલ ફોલો નહીં કરવાથી લઇ ઉડાનની પરિસ્થિતિને પાયલટે યોગ્ય રીતે નોંધી ન હોવાનું બહાર આવ્યું હતું.
ઇન્ડોનેશિયામાં એર ટ્રાવેલનો મોટો ફાળો છે પણ સસ્તી ફ્લાઇટનો સેફ્ટી રેકર્ડ સારો નથી. લાયન એરલાઇન્સ અહીંની સસ્તી ફ્લાઇટ સર્વિસ આપતી કંપની છે. ડોમેસ્ટિક એર સર્વિસ સાથે દક્ષિણ પૂર્વ એશિયા, ઓસ્ટ્રેલિયા અને મિડલ ઇસ્ટમાં તેના ઇન્ટરનેશનલ રૂટ પણ છે. ૧૯૯૯માં તેની સ્થાપના થઇ હતી. જાકે નબળા પ્રદર્શનના લીધે ૨૦૧૬ સુધી યુરોપિયન એરસ્પેસમાં ઉડવા પર પ્રતિબંધ લાદી દેવાયો હતો. ઉપરની ઘટના સિવાય ૨૦૦૪માં ફ્લાઇટ ૫૩૮ જકાર્તામાં ક્રેશ થઇ હતી જેમાં ૨૫ લોકો મૃત્યુ પામ્યા હતા. ૨૦૧૧ અને ૧૨માં એવી ઘટનાઓ પણ જાવા મળી હતી જેમાં ફ્લાઇટના અમુક કલાકો પહેલા પાયલટે ડ્રગ્સ લીધા હોય.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY