જુનાગઢ,તા.૩૦
ગીર પૂર્વ વન વિભાગ હેઠળ આવતી દલખાણીયા રેન્જમાં સિંહોના મોતનો સીલસીલો યથાવત છે. દલખાણીયા રેન્જ હેઠળ રહેલા ૭ સિંહણોનું રેસ્કયુ કરી જસાધાર રેસ્ક્યુ સેન્ટર ખાતે ખસેડવામાં આવી હતી. પરંતુ તેમાં વધુ બે સિંહણનું સારવાર દરમિયાન મોત નીપજતા મૃત્યુઆંક ૧૬ થયો છે. હજી ગઇકાલે જ વનમંત્રી ગણપત વસાવાએ સિંહોના મોતને લઇને પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અને તેમાં વન વિભાગની ટીમને અભિનંદન પાઠવ્યા હતા અને કહ્યું હતું કે, વન વિભાગની ટીમ દિવસ-રાત દોડધામ કરી રહી છે. પરંતુ વન વિભાગની દોડધામ વચ્ચે પણ સિંહોના મોત નીપજી રહ્યા છે.
જસાધાર રેન્જના આરએફઓ પંડ્યાએ જણાવ્યું હતું કે, દલખાણીયા રેન્જમાંથી ૭ સિંહણ અને એક સિંહબાળનું રેસ્ક્યુ કરી સારવાર માટે જસાધાર રેન્જમાં ખસેડવામાં આવ્યા હતા. જેમાંથી ગઇકાલે સવારે બે સિંહણના મોત નીપજતા હાલ અકે સિંહબાળ અને પાંચ સિંહણ સારવાર હેઠળ છે. બે સિંહણના મોતના પગલે વનમંત્રી ગણપત વસાવા જસાધાર એનિમલ સેન્ટર ખાતે દોડી આવ્યા હતા અને દુખ વ્યક્ત કરી સિંહોના મોત કેમ અટકે તે અંગે વન વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. સિંહોના મૃત્યુ મામલે વન વિભાગે બે દિવસ પ્રેસનોટ રિલીઝ કરી અને વન વિભાગે કેવી રીતે સમગ્ર ગીરમાં તમામ સિંહોની તપાસ કરી કંઇ ચિંતાજનક નથી એ માહિતી સામેથી આપી. પણ સિંહોના મોતનો સિલસિલો યથાવત રહેતા હવે વન વિભાગ દ્વારા સિંહોના મૃત્યુ અંગે વન વિભાગની કામગીરી વિશેની પ્રેસનોટ રિલીઝ કરવાનું બંધ કરી દીધું છે. ચાર દિવસ પહેલા, અગ્ર મુખ્ય વન સંરક્ષક (વન્યપ્રાણી), અક્ષયકુમાર સક્સેનાની એક યાદીમાં જણાવાયું હતુ કે, દલખાણિયા રેન્જમાંથી સાત સિંહોને રેસ્ક્યુ કરી જસાધાર ફોરેસ્ટ સેન્જમાં રાખવામાં આવ્યા છે. આ સિંહોની તબિયત સારી છે પણ સાવચેતીની ભાગરૂપે જ આ સિંહોને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





