ફિલ્મ એક્ટરનું આયુર્વેદિક ગોળી ખાધા બાદ શંકાસ્પદ મોત

0
19

સુરત,તા.૩૦
સુરતમાં રહેતા અને બોલિવૂડ અને ભોજપુરી ફિલ્મના એક્ટરનું શંકાસ્પદ મોત નીપજ્યું છે. સવારે ઉઠ્યા બાદ ઘરે વરાછામાં ભોજપુરી ગીતના શુટીંગમાં જવાની તૈયારી કરી રહ્યો હતો. દરમિયાન એક આયુર્વેદિક ગોળી ખાધા બાદ આખું શરીર જકડાઈ જતા સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. હાલ મોતનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. જેથી પોલીસ તપાસ હાથ ધરી છે.
સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા તૃપ્તીનગરમાં મૂળ કાનપુરનો અભિષેક સિંગ જયપાલ સિંગ(ઉ.વ.૨૮) પરિવાર સાથે રહેતો હતો. અભિષેકે બોલિવૂડ અને ભોજપુરીની ઘણી ફિલ્મોમાં કામ કર્યું હતું. થોડા સમય પહેલાં યુપીમાં તેની ભોજપુરી ફિલ્મ બદલા હિન્દુસ્તાની રિલિઝ થઈ હતા. જ્યારે ગુજરાતમાં થોડા સમયમાં રિલિઝ થવાની છે. એ ટ્રૂ ક્રસ ફિલ્મનું અડધું શુટીંગ થઈ ગયું છે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY