જુનાગઢ,તા.૧૭
એક તરફ આ વર્ષે જાણે મેઘરાજા રીંસાયા છે, તો બીજી બાજુ સરકારની નીતિને કારણે રાજ્યના ખેડૂતોની માઠી દશા બેઠી છે, ધરતીપુત્ર પાણીની અછતને કારણે પાક નિષ્ફળ જવાની બીકે આયખુ ટુંકાવી રહ્યાં છે. રાજ્યમાં દિવસે ને દિવસે ધરતીપુત્રો હિમ્મત હારી રહ્યાં છે, બીજી બાજુ સરકાર હજુ પ્લાનિંગ જ કરી રહી છે, છેલ્લા ૩ દિવસમાં પાંચ ખેડૂતોના આપઘાતથી રાજ્યમાં ચકચાર મચી છે.
જૂનાગઢના માળીયા હાટીના પીપળવા ગામે ચીમન ગોવિંદ સોલંકી નામના ખેડૂતે આપઘાત કર્યો છે. ર્ષ પહેલા ખેડૂતે આંબાના બગીચા માટે લોન લીધી હતી, પરંતુ પાક નિષ્ફળ જતા ખેડૂત દેવામાં ડુબી ગયો અને આર્થિક સંકડામણને લઈ ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું છે.
સુરેન્દ્રનગરના સાયલના નાગકડા ગામનો રહેવાસી ખેડૂતે પાક નિષ્ફળ જવાના ડરે આપઘાત કર્યો છે. ખેડૂતે તેમના ઘરેથી બહાર જવાનું કહી જૂના મકાનમાં જઇને ગળેફાંસો ખાઈ લીધો હતો. તેમના ખેતરમાં પાક વાવેલો હતો. જાકે પુરતો વરસાદ ન થતા પાક બચાવવા ખેડૂત વધુ ચિંતામાં ઘેરાઈ ગયો હતો અને પાક નિષ્ફળ જવાના ડરે ખેડૂતે જીવન ટૂંકાવ્યું છે. આ ઘટનાથી પરિવાર પર આફત આવી પડી છે. સૌરાષ્ટ્રમાં ખેડૂતોની હાલત કપરી બનતી જઇ રહી છે. પાકના ઓછા ભાવ અને ઉપરથી આ વર્ષે પડેલા ઓછા વરસાદના કારણે પાકનું ઉત્પાદન પણ તેટલી માત્રામાં થયું નથી. અને જે ઉત્પાદન દેખાઇ રહ્યું છે તેના ટેકાના ભાવ સહિત પાકના નહિવત ભાવ મળી રહ્યા છે. જેને લઇને ઘરતીનો તાત તકલીફમાં મૂકાયો છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



