ચંડીગઢ,તા.૩૦
૨૦૧૯માં યોજાનારી લોકસભા ચૂંટણી માટે બધી રાજકીય પાર્ટીઓએ કમર કસી લીધી છે. લોકસભા ચૂંયણીની તૈયારીની શરૂઆતમાં દિલ્હી અને પંજાબમાં પ્રવેશ કરી ચૂકેલી આમ આદમી પ્રાટીએ તેમના ૫ ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. પંજાબ આમ આદમી પાર્ટી કોર કમેટીના ચેરમને, પ્રિન્સિપાલ બુદ્ધ રામ અને તલવંડી સાબોથી ધારાસભ્ય બલજિંદર કોરે મંગળવારે એક પ્રેસ કોન્ફરેન્સને સંબોધિત કરી અને ઉમેદવારોના નામની જાહેરાત કરી છે.
રાજધાની ચંડીગઢમાં પ્રેસ કોન્ફરેન્સને સંબોધિત કરી સાબોથી ધારાસભ્ય બલજિંદર કોરે કહ્યું કે પાર્ટીની તરફતી સત્તાવાર પર પંજાબની ૫ લોકસભા સીટો પર ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી છે. તેમણે જણાવ્યું કે પંજાબની પાર્ટી કાર્યકર્તાઓને દિલ્હીના સીએમ અને પાર્ટીના અધ્યક્ષ કેજરીવાલની તરફથી સૂચનાઓ આપવામાં આવી છે કે તેઓ દિલ્હી મોડલના આધારે ચૂંટણી લળશે.
કઇ લોકસભા સીટથી કયા ઉમેદવારને મળશે ટિકિટઃ-
૧.સંગરૂર લોકસભા સીટથી ભગવંત માન
૨.ફરિદકોટ લોકસભા સીટથી સાધૂ સિંહ
૩.હોશિરપૂર લોકસભા સીટથી રવજાત સિંહ
૪.અમૃતસર લોકોસભા સીટથી સરદાર કુલીપ સિંહ ઘાલીવાલ
૫.આનંદપુર સાહિબ લોકસભા સીટથી નરિંદર સિંહ શેરગિલને ટીકિટ આપવામાં આવી છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





