યુવતીને પૂર્વપ્રેમી તરફથી એસિડ એટેકની ધમકી મળતા ચકચાર મચી

0
8

અમદાવાદ,તા.૩૦
અમારા વિરુદ્ધ અરજીઓ અને ફરિયાદો કરવાનું બંધ કરી દે નહિ તો તારા પર એસિડ છાંટી દઈશ, તું કોઈને મોં બતાવવાને લાયક નહીં રહે તેવી ધમકી ગાંધીનગરની યુવતીને પૂર્વપ્રેમી અને તેનાં પરિવારજનોએ આપી હોવાની ફરિયાદ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.
યુવતી વસ્ત્રાપુર લેક પાસે એક કાફેમાં બેઠી હતી ત્યારે ફોન પર ધમકી આપી હતી. ગાંધીનગરમાં રહેતી ર૪ વર્ષીય યુવતી અમદાવાદમાં સિવિલ એન્જિનિયરીંગનો અભ્યાસ કરતી હતી અને બોડકદેવ પ્રેમચંદનગરમાં રહેતી હતી ત્યારે મિત્રો થાકી રાજવીર ઠાકરસિંહભાઈ વારેવડીયા (રહે. થાનગઢ, સુરેન્દ્રનગર) સાથે પ્રેમસંબંધ બાંધ્યો હતો.
બંને એકબીજાને મળતાં હતાં અને અવારનવાર લગ્નનું વચન આપી રાજવીર તેની સાથે શારીરિક સંબંધ બાંધતો હતો. રાજવીરે લગ્નની ના પાડતાં યુવતીએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ર૪ સપ્ટેમ્બરના રોજ યુવતી અમદાવાદ આવી હતી અને રાતે ૧ર વાગ્યાની આસપાસ વસ્ત્રાપુર લેક પાસે આવેલા એક કાફેમાં બેઠી હતી ત્યારે રાજવીરના પિતા ઠાકરસિંહભાઈએ યુવતીને ફોન કરી ધમકી આપી હતી કે અમારા વિરુદ્ધ અરજીઓ અને ફરિયાદો કરવાનું બંધ કરી દે નહિ તો જાવા જેવું થશે.
તારા પર એસિડ છાંટી દઈશ, તું કોઈને મોં બતાવવાને લાયક નહીં રહે. તેમના બીજા પુત્ર અશોક અને પુત્રી નીતાબહેને પણ યુવતીને ગાળાગાળી કરી વારાફરતી ધમકીઓ આપી હતી. આ મામલે યુવતીએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી. વસ્ત્રાપુર પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY