લોકસભા ટોલીથી ફિડબેક લેવા અમિત શાહ પહોંચશે

0
74

નવીદિલ્હી, તા. ૩
ભાજપ પ્રમુખ અમિત શાહ પણ લોકસભાની ચૂંટણીના ભાગરુપે ઉત્તર પ્રદેશ પહોંચનાર છે. લોકસભાની ચૂંટણીને લઇને અમિત શાહ તમામ તૈયારીઓમાં લાગી ગયા છે. કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીની સાથે સાથે અમિત શાહ પણ પહોંચનાર છે. લોકસભા ચૂંટણીને લઇને તેમના લોકો પાસેથી લોકોના અભિપ્રાય સરકારને લઇને શું છે તે જાણવાના પ્રયાસ કરવામાં આવશે. પાર્ટીની ચૂંટણી વ્યૂહરચનાની અંતિમ વ્યૂહરચના માટે આધાર તરીકે ફિડબેક લેવામાં આવશે. અમિત શાહે નવી પસંદ કરવામાં આવેલી ટીમને લોકસભા ટોલી નામ આપવામાં આવ્યું છે. આ ટોલી સક્રિય થઇ ચુકી છે. અમિત શાહ ૧૮ રાજ્યોમાં તેમના લોકો પાસેથી માહિતી મેળવી ચુક્યા છે. આજે અમિત શાહ કેરળમાં રહ્યા હતા. આવતીકાલે અને પાંચમી જુલાઈએ ઉત્તરપ્રદેશના મિરઝાપુર અને આગરામાં રહેશે. ચૂંટણી માટે પહેલાથી જ જોરદાર આયોજન માટે જાણીતા રહેલા અમિત શાહ પહેલાથી જ ૩૯૫ લોકસભા મતવિસ્તારને કવર કરી ચુક્યા છે. તેઓ પ્રથમ રાઉન્ડમાં મહારાષ્ટ્ર અને ગોવાની મુલાકાત સાથે પરિÂસ્થતિની સમીક્ષા કરશે. રાજસ્થાન, ઉત્તરાખંડ, જમ્મુ કાશ્મીર, હરિયાણા, દિલ્હી, આંધ્ર, પશ્ચિમ બંગાળ, ઓરિસ્સા, દાદરાનગર હવેલીમાં ટોલીના પરફોર્મન્સની સમીક્ષા કરી ચુક્યા છે. અમિત શાહ જુદા જુદા પ્રતિનિધિઓ અને કાર્યકરો સાથે વાતચીત કરશે. અમિત શાહ ફિડબેક લેવા માટે ટોલીના સભ્યો અને કોર ગ્રુપ કમિટિ સાથે વાતચીત કરી ચુક્યા છે.
આ ટીમો પહેલા પણ રચવામાં આવી હતી પરંતુ હવે આને ટોલી નામ આપવામાં આવ્યું છે. અમિત શાહ કેરળમાં રહ્યા હતા. પાર્ટીએ આક્રમક તૈયારીઓ હાથ ધરી છે. ખાસ ટીમો મતદારોની ઓળખ કરવા માટે પણ રાખવામાં આવી છે. એસસી અને એસટીમાંથી પણ ઉમેદવારો લેવામાં આવ્યા છે. લોકલ મિડિયા અને અન્યો સાથે સારા સંબંધ રાખવા ટોલીને કહેવામાં આવ્યું છે.
(સંપૂર્ણ સમાચાર સેવા)

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY