લોકસભા-વિધાનસભા ચૂંટણી સાથે યોજાશેઃ વિધિ આયોગે બોલાવી પાર્ટીઓની બેઠક

0
76

ન્યુ દિલ્હી,તા.૩
દેશમાં લોકસભા અને વિધાનસભા ચૂંટણીઓ એક સાથે કરાવવાના સંદર્ભમાં વિધિ આયોગે (લો કમિશન) તમામ રાજકીય પક્ષોની બેઠક બોલાવી છે. આ મુદ્દે સર્વસંમતિ સાધવા માટે આયોગે સાત રાષ્ટ્રીય પાર્ટી અને ૫૯ પ્રાદેશિક પક્ષોની બેઠક આગામી ૭ અને ૮ જુલાઈના રોજ બોલાવી છે. આ માટે વિધિ આયોગે તમામને પત્ર દ્વારા જાણ કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આ ઐતિહાસિક ડ્રીમ પ્રોજેક્ટને સાકાર કરવા સરકાર તમામ પ્રયાસ કરી રહી છે.૨ મહિના પહેલા માગ્યો હતો અભિપ્રાય
વિધિ આયોગે બે મહિના પહેલાં યોજાયેલી બેઠકમાં આ અંગેની એક પ્રશ્નાવલી જારી કરી હતી. આ પ્રશ્નાવલિ દ્વારા આયોગે દેશની સામાન્ય જનતા, સંસ્થાઓ, એનજીઓ અને નાગરિક સંગઠનો પાસેથી સૂચનો માગ્યા હતા. આ બેઠકમાં પ્રશ્નાવલી જારી કર્યાના આગલા મહિને એટલે કે, ૧૬ મેના રોજ ચૂંટણી પંચ સાથે બેઠક કરીને વિધિ આયોગે કાયદાકીય અને બંધારણીય પગલા અંગે માહિતી મેળવી હતી.
સૂત્રોનું માનીએ તો સમગ્ર દેશમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એક સાથે કરાવવાને લઈને ઉપાય અને કાયદાકીય સંશોધન પર ભલામણ અંગે જુલાઈ મહિનાના અંત સુધીમાં વિધિ આયોગનો રિપોર્ટ આવી જશે. જેના તૈયારીના ભાગરુપે રાજકીય પક્ષોની બેઠક મળી રહી છે.
વિધિ આયોગનું માનવું છે કે, આ માટે લોકસભાની નિમાવલીમાં કલમ ૧૯૮છ નો સમાવેશ કરી શકાય છે. અને આ જ પ્રકારનો નિયમ રાજ્ય વિધાનસભાના નિયમોમાં પણ ઉમેરી શકાય છે. વિધિ આયોગે એવી દરખાસ્ત કરી છે કે ત્રિશંકુ વિધાનસભા અથવા લોકસભાની સ્થિતિમાં પક્ષ પલટાના કાયદાના પેરેગ્રાફ ૨(૧)(મ્) ને અપવાદ માનવા અંગે સંશોધન કરવામાં આવે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY