મુંબઇ,
આવાસ અને વાહનોની ખરીદી કરવા ઈચ્છુક લોકોને હવે વધારે પૈસા ચુકવવા પડશે. લોન વધુ મોંઘી થઈ ગઈ છે. કારણ કે બેન્કોએ આરબીઆઈની પોલિસી બેઠક મળે તે પહેલા જ રેટમાં વધારો ઝીંકી દીધો છે. આરબીઆઈની મોનિટરી પોલિસી કમિટીની બેઠક છઠ્ઠી જૂનના દિવસે તેના નિર્ણયની જાહેરાત કરનાર છે. કમિટી મિટીંગ પાંચમીના દિવસે શરૂ થશે અને છઠ્ઠીના દિવસે પરિણામ જાહેર કરવામાં આવશે. મિટીંગ પહેલા જ મોટાભાગની બેંકોએ રેટમાં વધારો કરી દીધો છે. ૧૦ બેઝીક પોઈન્ટ સુધીનો વધારો લોનમાં મોટાભાગે કરવામાં આવ્યો છે. રેટમાં સંદર્ભમાં એમપીસીની બેઠકમાં નિર્ણય કરવામાં આવનાર છે. સ્ટેટ બેંક ઓફ ઈÂન્ડયા, એચડીએફસી, આઈસીઆઈસીઆઈ બેંક, કોટક બેંક, યુનિયન બેંક, પંજાબ નેશનલ બેંકે રેટમાં વધારો કરી દીધો છે. અત્રે નોંધનિય છે કે માર્જિનલ કોસ્ટ ઓફ લેન્ડીંગ રેટ (એમસીએલઆર)ની દર મહિનામાં બેંકો દ્વારા સમીક્ષા કરવામાં આવે છે. સાથે સાથે ફંડની પણ સમીક્ષા કરવામાં આવે છે. નવેસરનો વધારો કરવામાં આવ્યા બાદ એસબીઆઈમાં એક વર્ષના એમસીએલઆર હવે અગાઉના ૮.૧૫ ટકાની સામે ૮.૨૫ ટકા છે. ૨૦૧૮માં બેન્ક દ્વારા બીજી વખત વધારો કરવામાં આવ્યો છે. એચડીએફસીએ તેના રિટેઈલ પીએલઆરમાં ૧૦ બેઝીક પોઈન્ટનો વધારો કર્યો છે. પીએલઆર આવાસ લોન માટે તેના બેન્ચમાર્ક તરીકે છે. આઈસીઆઈસીઆઈએ પણ એક વર્ષના એમસીએલઆરમાં ૧૦ બેઝીક પોઈન્ટનો વધારો કર્યો છે. આની સાથે જ રેટ ૮.૪૦ ટકા થયો છે. જ્યારે એચડીએફસીની હોમ લોન ૮.૫ ટકાથી શરૂ થશે. નવા રેટ આજથી તરત અમલી બની ગયા છે. હોલસેલ ફંડના ખર્ચમાં વધારો થયા બાદ આ વધારો કરાયો છે. પીએનબી દ્વારા એક વર્ષના એમસીએલઆરમાં વધીને ૮.૪ ટકા થયો છે. જે અગાઉ ૮.૩ ટકા હતો. યુનિયન બેંકમાં ૧૦ બેઝીક પોઈન્ટનો વધારો કરતા તેના દર ૮.૪૫ ટકા થઈ ગયો છે. કોટક મહિન્દ્રા બેન્કે એક વર્ષના એમસીએલઆરમાં ૨૦ બેઝીક પોઈન્ટનો વધારો કરતા તેનો રેટ ૮.૯ ટકા થયો છે. બેન્કો આરબીઆઈના નિર્ણયની રાહ જાઈ રહી નથી. ડિપોઝીટ રેટમાં પણ વધારો કરી દેવામાં આવ્યો છે. શુક્રવારના દિવસે ત્રીજી સૌથી મોટી ખાનગી બેન્ક એÂક્સસ બેન્કે ડિપોઝીટ ઉપર રેટમાં વધારો કર્યો હતો. અન્ય એક ખાનગી બેંક કર્ણાટક બેન્કે રેટ વધારીને ૭.૨૫ ટકા કરી દીધા છે. જે એક થી બે વર્ષની અવધિ માટે ડિપોઝીટ ઉપર હાલમાં ૭.૧૦ ટકા હતા. આ સપ્તાહની શરૂઆતમાં એસબીઆઈએ ૨૫ બેઝીક પોઈન્ટસુધી એક કરોડ અથવા તો તેનાથી ઓછી રકમ માટે ડિપોઝીટ રેટમાં વધારો કર્યો હતો. બેન્કોએ ડિપોઝીટ રેટમાં વધારો કર્યો છે. કારણ કે લોન ગ્રોથમાં વધારો થઈરહ્યો છે. જ્યારે ડિપોઝીટ ગ્રોથમાં ઘટાડો થઈ રહ્યો છે. મ્યુચ્યુલ ફંડમાં બચત થઈ રહી છે. ડિપોઝીટ રેટમાં વધારો સીધી રીતે આગામી સપ્તાહોમાં ઉંચા લેન્ડીંગ રેટમાં બદલાઈ જશે.
S.S.S
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





