સસરા-માસી અને સાસુના અનૈતિક સંબંધોમાં સમજાવવા ગયેલી પુત્રવધુને તલાક આપ્યા..!!

0
179

સુરત,તા.૮
સસરા અને માસી સાસુ વચ્ચેના અનૈતિક સંબંધો બાબતે સસરાને સમજાવવા ગયેલી પુત્રવધૂને તલ્લાક આપી કાઢી મૂકી હોવાની ફરિયાદ મહિલા પોલીસ મથકમાં નોંધાઈ છે.
લિંબાયત, મીઠી ખાડી વિસ્તારમાં રહેતી ૧૯ વર્ષીય પરિણીતા સીમરન અનીશ સિદ્દીકે મહિલા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદ પ્રમાણે તેણે પ્રેમલગ્ન કર્યા હતા. લગ્ન બાદ બે મહિના સારી રીતે રાખ્યા બાદ સાસરિયાઓએ દહેજમાં રૂ. બે લાખની માગણી કરી ત્રાસ આપવાનું શરૂ કર્યું હતુ્‌ં.
ફરિયાદમાં જણાવ્યું છે કે તેના સસરા અને માસી સાસુ વચ્ચે અનૈતિક સંબંધો હતા. આ મુદ્દે તેના પતિ અને દીયરે સસરાને સમજાવવાનું કહ્યુ હતું. જેથી સસરાને સમજાવવાનો પ્રયાસ કર્યો તો માર મારી પતિ-પત્ની બન્નેને ઘરમાંથી કાઢી મૂક્યા હતા. ત્યાર પછી અનિશે પણ બે વખત તલ્લાક કહી તેને કાઢી મૂકી હતી. હાલ તે પિયરમાં રહે છે.
ફરિયાદમાં એવી હકીકત પણ દર્શાવવામાં આવી છે કે સીમરનને ટાઇફોઈડ થઈ જતાં તે હોÂસ્પટલમાં સારવારાર્થે દાખલ થઈ તે સમયગાળામાં તેની નણંદ કરિયાવરનો સામાન ચોરી ગઈ હતી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY