લંડન,તા.૧
ઇંગ્લેન્ડના માનચેસ્ટર શહેરમાં સોમવારે રાત્રે એક સંદિગ્ધ આતંકીએ રેલવે સ્ટેશનમાં મોજૂદ ભીડ પર હુમલો કરી દીધો. પોલીસના જણાવ્યા અનુસાર, આ હુમલામાં એક પોલીસકર્મી સહિત ત્રણ લોકો ઘાયલ થયા છે. રેડિયોના પ્રોડ્યૂસર સેમ ક્લેક હુમલા સમયે ઘટનાસ્થળે મોજૂદ હતા. તેઓએ જણાવ્યું કે, સંદિગ્ધ આરોપી લોકોને ચાકૂ મારતા પહેલાં ‘અલ્લાહ’ની બૂમો પાડતો હતો.
સેમના જણાવ્યા અનુસાર, હુમલાખોરે કહ્યું કે, જ્યાં સુધી તમે લોકો અન્ય દેશો પર બોમ્બ વરસાવતા રહેશો ત્યાં સુધી આવી ઘટના થતી રહેશે. પોલીસે ઘટના બાદ પેપર સ્પ્રે (મરચાની ભૂકીનો સ્પ્રે) અને સ્ટન ગનની મદદથી હુમલાખોરને કાબૂમાં કરી લીધો. હાલ તેને કસ્ટડીમાં રાખવામાં આવ્યો છે. ઘાયલોમાં એક મહિલા પણ છે.
આ હુમલામાં ત્રણ લોકો ઘાયલ થયા છે, જેમાં એક બ્રિટિશ ટ્રાન્સપોર્ટ પોલીસ ઓફિસરનો પણ સમાવેશ થાય છે. ઘાયલોને હાલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.
સ્નેપચેટ પર આ ઘટનાનો વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે, જેમાં હુમલાખોર પોલીસ વેનમાં ઘૂસતી વખતે ‘અલ્લાહ હૂ અકબર’ની બૂમો પાડતો હતો.
જાપાનની લોકપ્રિય ટેક્યો સ્ટ્રીટમાં નવા વર્ષની રાત્રે એક વ્યક્તિએ હત્યાના ઇરાદે એક કાર ભીડમાં ઘૂસાડી દીધી હતી. આ ઘટનામાં ૯ લોકો ઘાયલ થયા છે. જેમાંથી એકની હાલત ગંભીર છે. પોલીસે ૨૧ વર્ષના કાજુહિરો કુસાકાબેને ઘટનાસ્થળેથી જ ધરપકડ કરી લીધી. પોલીસના જણાવ્યા અનુસાર, જે સ્થળે આ હુમલો થયો ત્યાં અનેક નાની દુકાનો છે, નવા વર્ષના પ્રસંગે અહીં ભારે ભીડ હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



