પાઈપ લાઈન ડેમેજ થતાં લોકોને મળતો ગેસ પુરવઠો બંધ કરાતા ભારે હાલાકી

0
7

સુરત,તા.૧
પરવત પાટીયામાં આવેલી મીઠિ ખાડી નજીક પાલિકા દ્વારા દિવાલ બનાવવાની કામગીરી ચાલી રહી છે. જેના ખોદકામ દરમિયાન ગુજરાત ગેસ પાઈપ લાઈન ડેમેજ થઈ હતી. જેથી રાત્રીના સમયે જ ગેસ પુરવઠો અટકાવી દેવામાં આવ્યો હતો. સવાર થતાં જ લિંબાયત, મગોબ, ગોડાદરા અને કુંભારીયા વિસ્તારના લોકોને ગેસ પુરવઠો ન મળતાં ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. બીજી તરફ ગુજરાત ગેસ દ્વારા ડેમેજ પાઈપ લાઈનના રિપેરીંગનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. સાંજ સુધીમાં તમામ વિસ્તારમાં ગેસ પૂરવઠો પૂર્વવત થશે તેમ ગુજરાત ગેસ દ્વારા જણાવવામાં આવ્યું છે.
ગેસ પુરવઠો અટકી જતાં નવા વર્ષની શરૂઆતમાં જ લોકોએ નાસ્તો કર્યા વગર કામ ધંધે જવાની ફરજ પડી હતી. સાથે શિયાળી કડકડતી ઠંડીમાં ઠંડા પાણીએ નહાવા મજબૂર થવું પડ્યું હતું. લોકોએ આક્ષેપ કર્યો હતો કે કોઈ જ સૂચના વગર પુરવઠો બંધ કરી દેવામાં આવતાં ભારે હાલાકી ભોગવવી પડી છે.
ગુજરાત ગેસ કંપનીના અધિકારીઓએ જણાવ્યું હતું કે, સ્ટીલ પાઈપ લાઈનમાં હેવી ડેમેજ સર્જાયું છે. જેથી રાત્રિના સમયે જ ગેસ પુરવઠાનો સપ્લાય બંધ કરી દેવામાં આવ્યો હતો. રાત્રિથી ટીમ કામ કરી રહી છે. સાડા ચાર મીટર ઉંડે પાઈપમાં ભંગાણ સર્જાયુ છે જેને રિપેરીંગ કરતાં સાંજ સુધીનો સમય થશે. મગોબમાં હાલ પૂરવઠો સંપૂર્ણ બંધ છે. જ્યારે અન્ય વિસ્તારોમાં પૂરવઠો નાની પાઈપથી શરૂ કરાયો છે જેમાં ઓછા પ્રેશરથી ગેસ મળે તેવું બની શકે છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY