લંડન,તા.૬
ઇંગ્લેન્ડમાં શ્રોપશાયર સિટીમાં બીબીસી રેડિયો પ્રેઝન્ટરે (આરજે) ચાલુ શો અધૂરો છોડીને ઘરે જઇ આત્મહત્યા કરી લીધી છે. ત્રણ બાળકોની માતા ૪૧ વર્ષીય વિકી આર્ચર બીબીસીની લોકલ રેડિયો સર્વિસ બીબીસી શ્રોપશાયરમાં વિક્ટોરિયા રેડિયો પ્રેઝન્ટર હતી. વિકીના નામથી ફેમસ વિક્ટોરિયા બીબીસી રેડિયો શ્રોપશાયરમાં એડમ ગ્રીન નામના અન્ય કર્મચારી સાથે ૩-૭નો શ્રોપશાયર શો કરતી હતી. ઘટનાના દિવસે વિકીએ ચાલુ શોમાં જ એડમને કહ્યું કે, ‘મારે બ્રેક જાઇએ છે’ અને શોને ૫ વાગ્યે છોડીને ઘરે જતી રહી હતી. બપોરે વિકીએ એક સહકર્મીને તે ખૂબ જ અસ્વસ્થ છે તેવું પણ જણાવ્યું હતું. રેડિયો ઓફિસથી ઘરે ગયાના થોડાં કલાકો બાદ વિકી તેના સાવકા પિતાને મૃત હાલતમાં મળી આવી હતી.
ઓગસ્ટ મહિનામાં વિકીના મોત બાદ આજે શ્રોપશાયર કોર્ટમાં કેસની અંતિમ સુનવણી હતી. વિકીનો પૂર્વ પતિ ગેવિન હોગાર્થ પણ હાજર રહ્યો હતો. જા કે, તેણે કોર્ટની બહાર કોઇ પણ ટિપ્પણી કરવાનો ઇન્કાર કર્યો હતો.
બીબીસીના રિજનલ પ્રોગ્રામ હેડ ડેવિડ જેનિંગ્સે જણાવ્યું કે, વિકીના મોતથી અમને ખૂબ જ દુઃખ થયું છે. તે ઉમદા પ્રેઝન્ટર અને જર્નાલિસ્ટ હતી. તેનાથી પણ વધુ અમે વિકી જે પ્રકારે શોમાં મસ્તી લાવતી હતી તે તમામ વાતોને યાદ રાખીશું.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





