કોલંબો,તા.૨
શ્રીલંકાનાં પૂર્વ કેપ્ટન કુમાર સંગાકારાએ એક મોટી ઉપલબ્ધિ મેળવી છે. સંગાકારાને મૈરીલેબોન ક્રિકેટ ક્લબ (એમસીસી)નાં અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. સંગાકારાની આ ઉપલબ્ધિ એ માટે મહત્વની છે કે તે એમસીસીનાં ૨૩૩ વર્ષનાં ઇતિહાસમાં પહેલો ગૈર બ્રિટિશ અધ્યક્ષ હશે. સંગાકાર પહેલાથી જ એમસીસીનો સદસ્ય છે. આ પહેલા આ પદ માટે ઇંગ્લેન્ડનાં ઘણા ખેલાડી જેમ કે માઇક ગૈટિંગ, ટેડ ડેક્સટર, ડેરેક અંજરવૂડ, માઇક બ્રિયરલી અને ગબી એલન એમસીસીનાં અધ્યક્ષ બનવાનું ગૌરવ મેળવી ચુક્્યા છે. સંગાકારા આ વર્ષે ૧ આૅક્ટોબરનાં જ આ પદ આવતા એક વર્ષ માટે સંભાળશે.
સંગાકારાએ વર્ષ ૨૦૧૭માં જ આતંરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લીધો હતો. સંગાકારા પહેલો વિદેશી અધ્યક્ષ હશે. સંગાકારાએ આ જાહેરાત પર પ્રતિક્રિયા કરતા કહ્યું કે, આ તેના માટે એક મોટા સમ્માનની વાત છે કે તેનું નામ એમસીસીનાં આગામી અધ્યક્ષ પદ માટે પસંદ કરવામાં આવ્યું છે. તેણે કહ્યું કે તે આ ભૂમિકા માટે ઉત્સાહિત છે. તેણે કહ્યું કે, “મારા માટે એમસીસી દુનિયાની સૌથી મહાન ક્રિકેટ ક્લબ છે. તેની ક્રિકેટનાં દરેક ખૂણામાં ચાહેર મેદાનમાં હોય કે મેદાન બહાર પહોંચ છે અને ક્રિકેટની પ્રગતિમાં તેની મોટી ભૂમિકા છે.”
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





