બ્રિટનઃ પાક.મૂળના કાઉન્સિલરે મહિલા સંગઠનમાં મહિલાની ટોપલેસ ફોટો મોકલી દીધો!!

0
5

લંડન,તા.૭
બ્રિટેનમાં પાકિસ્તાની મૂળના એક કાઉન્સિલરે બેઠક દરમિયાન મહિલાઓના એક સંગઠનને એક મહિલાની ટોપલેસ ફોટો મોકલી દીધો, ત્યારબાદ વિપક્ષી લેબર પાર્ટીએ તેમણે સસ્પેન્ડ કરી નાખ્યા હતા. ગુરુવારે અહેવાલોમાં જણાવવામાં આવ્યું છે કે કાઉન્સિલરે પોતાની ભૂલને ઇમાનદાર ગણાવી હતી.
શેફીલ્ડ સીટીના કાઉન્સિલર મોહમ્મદ મારૂફે વોટ્‌સએપ ગ્રુપના સંગઠન મમ્સ યુનાઇટેડમાં આ ફોટો મોકલ્યો હતો. તેમણે જણાવ્યું કે ગ્રુપના સંસ્થાપક સાહિરા ઇરશાદે જેવી રીતે ચપ્પાથી થનાર ગુનાઓ પર અરજી પ્રસ્તુત કરી, તેમણે ગ્રુપમાં ફોટો પોસ્ટ કરી દીધો હતો. મારૂફે કહ્યું કે, તેનાથી તેઓ ઘણા શરમમાં મૂકાયા હતા અને આ ઘટનાને ઇમાનદાર ગણાવીને માફી માંગી છે.
અહેવાલોમાં જણાવવામાં આવ્યું છે કે, તપાસ થશે ત્યાં સુધી લેબર કાઉન્સિલરને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. એક અંગ્રેજી રિપોર્ટની સર્વિસ પ્રમાણે, તેમણે કહ્યું કે, તે બેઠકમાં ઇરશાદના બોલવાનો વીડિયો એટેચ કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા અને તેના કારણે ભૂલથી તસવીર એટેચ થઇને ગ્રુપમાં શેર થઇ ગયો હતો. તેમણે દાવો કર્યો કે, તસવીર મોકલ્યાના થોડીક જ ક્ષણોમાં તેને હટાવવા માટે કહેવામાં આવ્યું હતું.
મારૂફે કહ્યું, આ મારો ખાનગી ફોન છે અને વોટ્‌સએપ પર કોઇ ચીજ આવતી જતી રહે છે અને દરેક ચીજ ફોનના ફોટો પ્રોફાઇલમાં પોતાની જાતે સેવ થતી રહે છે. તેમણે કહ્યું કે, કોઇએ મને આ ફોટો મોકલ્યો હતો, કદાચ આ ફોટો સવારમાં આવી હતી અને આ મારા ફોનની ફાઇલમાં જતી રહી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY