લંડન,તા.૧૦
લંડનના એક મોલમાં અજ્ઞાત હુમલાખોરે ચાકૂ મારીને ભારતીય મૂળના મોહમ્મદ નદીમુદ્દીનની હત્યા કરી દેવામાં આવી. તેનું શબ મોલના પા‹કગમાં મળ્યું. નદીમુદ્દીન લંડનના ટેસ્કો મોલમાં કામ કરતો હતો. આંધ્રપ્રદેશના હૈદરાબાદમાં રહેતા નદીમના પરિવારજનોનો આરોપ છે કે, દીકરાની હત્યા કોઇ એશિયન મૂળના વ્યકિતએ કરી છે. વિદેશ મંત્રી સુષમા સ્વરાજે પીડિત પરિવારને મદદનો ભરોસો અપાવ્યો છે.
મૃતકના મિત્ર ફહીમ કુરૈશીએ જણાવ્યું કે, નદીમુદ્દીન છ વર્ષ અગાઉ કામ અર્થે લંડન ગયો હતો. મોલ પ્રબંધને કહ્યું કે, નદીમુદ્દીન કામ બાદ ઘરે પરત આવ્યો નહતો, ત્યારબાદ તેનું શબ પા‹કગમાં મળ્યું. તેઓએ યુવકના પરિવારને ફોન કરીને સુચના આપી હતી.
પીડિત પરિવારે વિદેશ મંત્રી સુષમા સ્વરાજે લંડન જવા માટે મદદની અપીલ કરી છે. બીજી તરફ, તેલંગણની મજલિસ બચાવો તહરીક પાર્ટી (એમબીટી)એ પણ વિઝા સંબંધિક કાર્યોમાં મદદની રજૂઆત કરી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



