હવે પછીની સરકાર અને અહંકાર…

0
8

૨૦૧૯ ની ચૂંટણીઓ અંતિમ ચરણમાં છે. લોકો પૂછી રહ્યા છે કે સરકાર કોની બનશે ?આવું કેમ પૂછી રહ્યા છે ?કેમકે કોઈની પણ બનતી હોય તેવું દેખાતું નથી. એટલે કે કોઈની પણ બની શકે છે કોઈની એટલે શું….?કોઈ એક પક્ષની નહીં. જે પણ બનશે તે મીલી-જુલી બનશે. જેને તમે ગઠબંધન કહો કે પછી ઠગબંધનની! તો પહેલો પ્રશ્ન એ છે કે સૌથી મોટા પક્ષ તરીકે કોણ ઊભરી આવશે ? સૌથી વધુ સીટો કોને મળશે ? તેનો જવાબ તો બહુ જ સરળ છે. યા તો ભાજપને મળશે કે પછી કોંગ્રેસને મળશે. કોંગ્રેસને સૌથી વધુ મળી શકતી નથી. તેની ૫૦ સીટોની ૩૦૦ નથી થઈ શકતી. તેની પાસે નથી કોઈ એવો નેતા કે નથી કોઈ નીતિ. કે નથી કોઈ નારો. પરંતુ મોહભંગથી ધરાઈ ગયેલી જનતા કોંગ્રેસને કિયાકને કિયાક લાભ જરૂર પહોંચાડશે. ૫૦ની ૮૦ પણ થઈ શકે છે અને ૧૦૦ પણ !સો સીટો વાળી કોંગ્રેસ, સરકાર કેવી રીતે બનાવી શકે છ?એ જ રીતે ભા.જ.પા જેને ૨૦૧૪માં ૨૮૨ સીટો મળી હતી જા આ વખતે ૨૦૦ કે તેનાથી ઓછી સીટો મળે તો તે પણ મુસીબતમાં પડી જશે. ૨૦૧૪માં તેને ૨૮૨ સીટો મળી હતી. એ ઈચ્છેત તો એકલોજ રાજ કરી શકતો હતો. પરંતુ આ વખતનો મામલો બહુ જ વાંકો છે. તે સત્તામાં રહેવા છતાં પણ તે ૨૮૨ થી ખસીને ૨૭૨ પર આવી ગઇ તો હવે આમ ચૂંટણીમા તેની શું હાલત થશે? તેને બહુમત મળી રહ્યો..
અલ્પ મતવાળી ભાજપના નેતા નરેન્દ્ર મોદી રહે તો તેની સાથે ગઠબંધન બનાવવાને માટે કઈ પાર્ટી તૈયાર થશે.? ભાજપા અને સંઘના વરિષ્ઠ નેતાઓને મનાવવા મુશ્કેલ હશે. અન્ય પક્ષોની વાત તો દુરની છે આકરી છે. એટલા માટે ભાજપાએ પોતાના વૈકલ્પિક નેતા અંગે અત્યારથી વિચારવું પડશે. આ વાત કોંગ્રેસને પણ લાગુ થાય છે. મોદીમા જે કમી વ્યકિતગત રીત પર છે તે કોંગ્રેસમાં પક્ષના મુદ્દા પર છે,તે કોંગ્રેસમા પક્ષના આધાર પર છે. કોગ્રેસ વિરોધ પક્ષમા સૌથી મોટો પક્ષ હશે, પરંતુ અન્ય પક્ષો તેના અહંકારને કેવી રીતે પચાવી શકશે? જો કોંગ્રેસ ઇચ્છતી હોય કે દેશમાં નવી સરકાર બને તો તેને થોડું પાછળ હટીને બેસવું પડશે. વિરોધ પક્ષમાં વડાપ્રધાનના વધુ પ્રમાણમાં ઉમેદવાર જૂની કોંગ્રેસના જ છે. ગઠબંધન કોઈપણ બને તેની સફળતામાં અહંકાર સૌથી મોટો વાંધો સિદ્ધ થશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY