ગૈટવિક એરપોર્ટ પર ત્રણ શંકાસ્પદ ડ્રોન દેખાતા ફ્લાઈટ સેવા સ્થગિત કરાઈ

0
7

દિવસભરમાં ૨ વખત રનવેને બંધ કરાયો,એરપોર્ટ પર આવનારી ફ્લાઈટોને પણ ડાયવર્ટ કરાઈ
લંડન,તા.૨૦
ગૈટવિક એરપોર્ટ પર અલગ અલગ સમયમાં ત્રણ શંકાસ્પદ ડ્રોન જાવા મળતા ફ્લાઈટ સેવાઓને સ્થગિત કરાઈ હતી. સૂત્રો પ્રમાણે સૌથી પહેલા બે ડ્રોન સ્થાનિક સમય પ્રમાણે રાત્રે ૯.૦૩ કલાકે જાવા મળતા અધિકારીઓએ હવાઈ અવર જવર તાત્કાલિક સ્થગિત કરી હતી. તપાસ બાદ રનવેને ૩.૦૧ મિનિટે ખુલ્લો મુકાયો હતો. આશરે ૪૪ મિનિટ પછી અધિકારીઓને આકાશમાં ત્રીજુ ડ્રોન દેખાતા ફ્લાઈટોને બીજી વખત સ્થગિત કરાઈ હતી.
ગૈટવિકથી આવનારી ફ્લાઈટને પણ અન્ય એરપોર્ટ પર ડાયવર્ટ કરાઈ હતી. પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે. પોલીસ હેલિકોપ્ટર એરપોર્ટની આસપાસ બનેલી શંકાસ્પદ પ્રવૃતિઓની તપાસ કરી રહી છે. તપાસ પુરી થયા બાદ રનવે ને ફરીથી ચાલુ કરવામાં આવશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY