ભારતીય ટીમમાં હાર્દિક સૌથી સેલ્ફી-ઘેલો, કોહલી હંમેશા જિમમાંઃ રોહિત શર્મા

0
11

લંડન,તા.૨૭
આઈસીસી ઓડીઆઈ વર્લ્ડ કપ સ્પર્ધા આવતા ગુરુવારથી ઈંગ્લેન્ડ અને વેલ્સમાં શરૂ થવાની છે. એમાં ભારતીય ટીમ વતી ઓપનર અને વાઈસ-કેપ્ટન રોહિત શર્મા મહ¥વની ભૂમિકા ભજવે એવી ધારણા છે.
વર્લ્ડ કપ માટે ભારતીય ખેલાડીઓ સજ્જ થઈ રહ્યા છે ત્યારે એક મુલાકાતમાં રોહિત શર્માએ એના સાથીઓ વિશે અમુક રસપ્રદ વાતો કરી છે. એણે કહ્યું કે અમારી ટીમમાં હાર્દિક પંડ્યા સેલ્ફી-ઘેલો છે એને સેલ્ફી લેવાનું કાયમ આકર્ષણ રહેતું હોય છે.
શર્માએ એમ પણ કહ્યું કે હાર્દિક પંડ્યા ડાન્સ કરવામાં તદ્દન નબળો છે. રોહિત શર્માને ટીમમાં એના સાથી ખેલાડીઓ વિશે પૂછવામાં આવેલા સવાલોનો વિડિયો ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉÂન્સલ (આઈસીસી)ના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર મૂકવામાં આવ્યો છે. આ વિડિયો ૯૦-સેકંડનો છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY