નોઆ સેન્ટિનો માર્વેલ સિનેમેટિક યુનિવર્સની ફિલ્મ કરે તેવી અટકળો

0
8

લોસ એન્જલ્સ,તા.૨૨
ઓલ ધ બાય્ઝ આય હેવ લવ્ડ બિફોર ફેમ અભિનેતા નોઆ સેન્ટિનો માર્વેલ સિનેમેટિક યુનિવર્સની માસ્ટર્સ આૅફ ધી યુવિર્સ ફિલ્મમાં ચમકે એવી શક્્યતા હોવાના અહેવાલ પ્રગટ થયા હતા.
માસ્ટર્સ આૅફ ધી યુનિવર્સમાં એ હિ મેનનું પાત્ર ભજવે એ માટે હાલ ફિલ્મ સર્જકો સાથે એની વાટાઘાટો ચાલી રહી હોવાનું જાણવા મળ્યું હતું.
આ ફિલ્મની સ્ટોરીલાઇન એવી છે કે એટર્નિયા સ્ટેટના પ્રિન્સ આદમ વિલન સ્કેલિટરથી પોતાના રાજ્ય અને લોકોને ઊગારવા પોતાની પાસેની દિવ્ય તલવારની મદદથી પોતે હિ-મેનમાં પલટાઇ જાય છે અને સ્કેલિટર સાથે યુદ્ધ કરીને પોતાના રાજ્યને બચાવી લે છે.
સુપરહિટ ફિલ્મ આયર્ન મેનના લેખકો આર્ટ માર્કમ અને મેટ હોલોવેએ સ્ક્રીપ્ટ તૈયાર કરી છે. એડમ અને એરોન ની એના ડાયરેક્ટર્સ છે. નેટફ્લીક્સની આ કથા પર આધારિત મૂળ ફિલ્મમાં ચમક્યા બાદ સેન્ટિનો રાતોરાત સ્ટાર બની ગયો હતો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY