ભવિષ્યમાં નવો હેરી પોટર આવશે : ડેનિયલ રેડક્લીફ

0
6

લોસ એન્જલ્સ,તા.૧૫
હેરી પોટરની ફિલ્મો દ્વારા રાતોરાત ઇન્ટરનેશનલ સ્ટાર બની ગયેલા અભિનેતા ડેનિયલ રેડક્લીફે કહ્યું હતું કે મને છેલ્લો હેરી પોટર નહીં ગણી લેતા પ્લીઝ…
‘જે કે રોલિંગની આ બાળવાર્તાઓ એવી સચોટ છે કે ભવિષ્યની બાળ પેઢીઓ પણ એના આકર્ષણથી મુક્ત નહીં રહી શકે અને ભવિષ્યમાં પણ નવો હેરી પોટર જરૃર આવશે એની ખાતરી રાખજા’ એમ ડેનિયલ રેડક્લીફે કહ્યું હતું.
એક ઇન્ટરવ્યૂમાં તેણે કહ્યું, ‘મને ગળા સુધીની ખાતરી છે કે હું છેલ્લો હેરી પોટર નથી. ભવિષ્યમાં નવો હેરી પોટર પણ જરૃર આવશે અને એ સમયનાં બાળકોને ઘેલું લગાડશે. આ વાર્તાઓ સદાને માટે આકર્ષણ રૃપ બની રહેવાની છે એમાં કોઇ શંકા નથી.’
તેણે ઉમેર્યું કે આ કથાઓ અને આ પાત્રો નીત નવી પેઢીને આકર્ષશે અને સતત એના પર ફિલ્મો કે ટીવી સિરિઝ બનતી રહેશે. આવી વાર્તાઓ સહેલાઇથી ભૂલાતી નથી. દરેક પેઢીના ફિલ્મ સર્જકો એની તરફ મેગ્નેટની જેમ ખેંચાતા રહે છે. એટલે આજે હું હેરી પોટર હતો તો આવતી કાલે કોઇ બીજા કલાકાર હેરી પોટર બનીને આવશે.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY