પ્રેમ લગ્ન કરનાર બહેન-બનેવીની હત્યા કરનાર ભાઈની ધરપકડ

0
32

અમદાવાદ,તા.૨૭
સાણંદના જાદવવાસમાં ગઇ કાલે સાંજે પ્રેમલગ્ન કરનાર યુવક-યુવતીની હત્યા મામલે અમદાવાદ ગ્રામ્ય એલસીબીએ આરોપી ભાઇની ધરપકડ કરી છે. પોતાની બહેને ભાગીને છારોડીના યુવક સાથે પ્રેમલગ્ન કરી લેતા આવેશમાં આવી જઇ હાર્દિક ચાવડાએ પોતાના બહેન-બનેવીને છરીનાં ઘા ઝીંકી દઇ મોતને ઘાટ ઉતારી દીધા હતા.
આ બનાવ બાદ હાર્દિક નાસી છૂટ્યો હતો જાકે મોડી રાત્રે અમદાવાદ ગ્રામ્ય એલસીબીની ટીમે હાર્દિકની શોધખોળ કરી ઝડપી લીધો હતો. યુવતીએ ભાગીને લગ્ન કરી લેતા સમાજમાં બદનામી થતા પરિવારે ઘર છોડી વિરમગામ જવા રહેવા જવું પડ્યું હતું.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY