બીજેપી ધારાસભ્ય સંગીત સોમના ઘરમાં તોડફોડ અને ફાયરિંગ, હેન્ડ ગ્રેનેડથી હુમલો

0
19

મેરઠ,તા.૨૭
મેરઠના સરધના વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય સંગીત સોમના ઘર ઉપર બુધવારે મોડી રાત્રે હુમલો થયો હતો. ચારથી પાંચ અજાણ્યા બંધૂકધારી લોકોએ ધારાસભ્ય સંગીત સોમના કેન્ટ સ્થિત ઘર ઉપર અચાનક ફાયરિંગ કર્યું અને જતા જતા હેન્ડગ્રેનેડથી હુમલો પણ કર્યો હતો. જાકે, સદનસિબે હેન્ડગ્રેનેડ ફાટ્યો ન્હોતો.
ઘટના બુધવારે રાત્રે આશરે એક વાગ્યાની છે. જ્યાં હુમલા સમયે ધારાસભ્ય સંગીત સોમ કેન્ટ સ્થિત પોતાના નિવાસ સ્થાને સુઇ રહ્યા હતા. ગેટ ઉપર ગાર્ડ પણ તૈનાત હતા. એક સ્વિફ્ટ કાર ગેટ પાસે રોકાઇ હતી. કાળા કપડામાં આવેલા હથિયારબંદ યુવકો ઉતર્યા હતા અને તાબડતોબ ફાયરિંગ કરવામાં ચાલુ કરી દીધું હતું. ત્યારબાદ ગાર્ડે જેવો જ તેમનો સામનો કર્યો તો અજાણ્યા શખ્સો જતા જતા હેન્ડ ગ્રેનેડ ફેંકીને ફરાર થઇ ગયા હતા. ગ્રેનેડ આવાસમાં ઊભેલી કારના નીચે ગયો હતો. જાકે, હેન્ડ ગ્રેનેડ ફાટ્યો ન્હોતો.
એસએસપી મેરઠના જણાવ્યા પ્રમાણે સિકિયોરિટી ગાર્ડે જાણકારી આપી હતી કે રાત્રે ૧૨.૪૫ વાગે હુમલો થયો હતો. અમને ઘટના સ્થળેથી ગોળીઓના ખોખા મળ્યા છે. જેને ફોરેન્સિક તપાસ માટે મોકલી આપવામાં આવ્યા છે. ઘટના સ્થળથી એક હેન્ડ ગ્રેનેડ પણ મળ્યો છે. જે કોઇ કારણવસ ફાટ્યો નહીં. આ ઘટનામાં એકપણ વ્યકિત ઘાયલ થઇ નથી. ગાર્ડને કેબિન અને મેન ગેટને નિશાન બનાવીને ફાયરિંગ કરવામાં આવ્યું. અમે સીસીટીવી ફૂટેજની તપાસ કરી રહ્યા છીએ.
જ્યારે સંગીત સોમે જણાવ્યું હતું કે, મને કોઇ ધમકી મળી નથી પરંતુ બે વર્ષ પહેલા એક ફોન આવ્યો હતો જેમાં ગ્રેનેડથી મારવાની ધમકી આપી હતી. અત્યારે સ્થળ ઉપર પોલીસ તપાસમાં જાડાઇ છે. ધારાસભ્ય વિધાનસભાના આવાસ ઉપર હુમલો થવાથી ચકચાર મચી ગઇ છે. ઉલ્લેખનીય છે કે, ધારાસભ્ય સંગીત સોમ ૨૦૧૩ના મુઝફ્ફરનગર હિંચામાં ભઆરે ચર્ચામાં રહ્યા હતા.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY