લખનઉ,તા.૧૭
ઉત્તરપ્રદેશમાં સમાજવાદી પાર્ટી અને બહુજન પાર્ટીના ગઠબંધનથી નવું રાજકારણીય સમીકરણ બની રહ્યું છે. તો બીજી તરફ જૂના સંબંધો પર પણ આંગળીઓ ઉઠી રહી છે. ગઠબંધન પર સતત નિશાનો તાકી રહેલી પ્રગતિશીલ સમાજવાદી પાર્ટી-લોહિયા (પીએસપીએલ)ના અધ્યક્ષ શિવપાલ યાદવે ગેસ્ટ હાઉસ કાંડ પર નાર્કો ટેસ્ટ કરાવવાની વાત કરી છે.
સમાજવાદી પાર્ટીથી અલગ થઈને પોતાની એક નવી પીએસપીએલ બનાવનારા શિવપાલ યાદવે ૧૯૯૫ના લખનઉ ગેસ્ટ હાઉસ કાંડ પર કહ્યું, ‘બહેનજીએ મારા પર યૌન શોષણના આરોપ લગાવ્યા છે. મેં ત્યારે પણ કહ્યું હતું કે હું તપાસ માટે તૈયાર છું. હું નાર્કો ટેસ્ટ કરાવવા માટે પણ તૈયાર છું, પરંતુ તેના માટે મારી એક શરત છે. અને એ શરત એ છે કે બહેનજી (માયવતી)નો પણ નાર્કો ટેસ્ટ થવો જાઈએ.’
સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવના કાકા શિવપાલ યાદવે રવિવારે કહ્યું હતું કે સીબીઆઈથી ડરીને આ બંને પાર્ટીઓ ગઠબંધન માટે તૈયાર થઈ છે. શિવપાલે મીડિયા સમક્ષ કહયું કે ૧૯૯૩માં જ્યારે એસપી-બીએસપીનું ગઠબંધન થયું હતું, ત્યારે બંને પાર્ટીઓ પર કોઈ આરોપો નહતા અને ના તો બેમાંથી એકેય પાર્ટીઓને સીબીઆઈનો કોઈ ડર હતો. તેમણે કહ્યું કે, ‘આજે તેમને સીબીઆઈનો ડર છે. અને આ ડરને કારણે જ આ ગઠબંધન થઈ રહ્યું છે. આ ગઠબંધન ક્યારેય સફળ નહીં થઈ શકે.’
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




