રિવરફ્રન્ટ કૌભાંડઃ ઈડીના યૂપી,રાજસ્થાન,દિલ્હી,હરિયાણામાં દરોડા

0
10

સિંચાઇ વિભાગના પૂર્વ અધિકારીઓ,ઇજનેરો,ગેમન ઇન્ડિયા કંપનીના અધિકારીઓના આઠ સ્થળો પર
લખનૌ,તા.૨૪
યુપીના ગોમતી રિવર ફ્રન્ટ કૌભાંડમાં એન્ફોર્સમેન્ટ ડિરોક્ટોરેટ(ઇડી)એ ગુરુવારે વિવિધ સ્થળો પર દરોડા પાડ્યા છે. આ કૌભાંડ મામલે કેસ દાખલ કર્યા બાદ ઇડીએ પ્રથમ વાર દરોડા પાડ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે, ઇડીએ દેશના ચાર રાજ્યો યુપી, હરિયાણા, રાજસ્થાન અને દિલ્હીમાં દરોડા પાડ્યા છે. ઇડીની આ કાર્યવાહી સિંચાઇ વિભાગના પૂર્વ અધિકારીઓ, ઇજનેરો અને ગેમન ઇન્ડિયા કંપનીના અધિકારીઓના ૮ સ્થળો પર ચાલી રહી છે.
લખનઉમાં ઇડીની ટીમોએ ગોમતીનગરના વિશાલખંડ અને રાજાજીપુરમ વિસ્તારમા દરોડા પાડ્યા હતા. ગોમતીનગરના વિશાલખંડમાં સ્થિત મકાન નંબર ૩/૩૩૨માં ઇડીની ટીમ પહોંચી હતી. આ વિશાળ ઘરની બહાર શિવાંશ નામ લખેલું છે. ઇડીએ મકાનને અંદરથી બંધ કરી લીધું છે. કોઇપણ વ્યકિતની અંદર કે બહાર જવા પર રોક લગાવવામાં આવી છે.
ગોમતી રિવર ફ્રન્ટ પ્રોજેક્ટના કૌભાંડમાં ગત સપ્ટેમ્બરમાં ૬ કંપનીઓ વિરુદ્ધ સમન મોકલવામાં આવ્યું હતું. ઇડીના અધિકારીઓએ જણાવ્યું હતું કે, પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, જે કંપનીઓ બ્લેક લિસ્ટેડ હતી, તેમને રિવર ફ્રન્ટના કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા હતા. એટલું જ નહી કંપનીઓને વધુ ચૂકવણી પણ કરવામાં આવી હતી. કોન્ટ્રાક્ટમાં જે રકમ નક્કી કરવામાં આવી હતી તેના કરતા વધુ ચૂકવણી કરવામાં આવી હતી.
અનેક રાજ્યોમાં બ્લેક લિસ્ટેડ થયેલી ગૈમન ઇન્ડિયાને બે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા હતા, ગૈમન ઇન્ડિયાને સૌથી ઉંચી કિંમત ૬૬૫ કરોડ પર કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. આ કંપનીને કામથી વધારે રકમ ચૂકવવામાં આવી છે.ત્યાંજ કેકે સ્પૂન કંપનની તો ટેન્ડર માટે જ યોગ્ય નહતી. એટલું જ નહી કંપનીની મૂળભૂત લાયકાત પણ પૂરી કરી રહી નથી, જેવી કે, સિંચાઇ વિભાગમાં નોંધણી. ચોંકાવનારી વાત એ છે કે કંપનીને કોન્ટ્રાક્ટ આપ્યા બાદ કંપનીની સિંચાઇ વિભાગમાં નોંધણી થઇ હતી.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY