અખિલેશ અલહાબાદ યુનિ.ના શપથગ્રહણ કાર્યક્રમમાં ભાગ લેવા જઇ રહ્યા હતા
મને એરપોર્ટ પર બંધક બનાવવામાં આવ્યો,લેખિત આદેશ વગર મને પ્લેનમાં ચડતા અટકાવ્યોઃ અખિલેશ યાદવ
લખનૌ,તા.૧૨
અલાહાબાદ યૂનિવર્સિટીના શપથગ્રહણ કાર્યક્રમમાં ભાગ લેવા જઈ રહેલા પૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવને લખનૌ એરપોર્ટ પર જ રોકી દેવામાં આવ્યા હતાં. અખિલેશને રોકવામાં આવતા એરપોર્ટ પર તેઓ પોલીસ, પ્રશાસન સાથે બોલાચાલી પર ઉતરી આવ્યા હતા. ટ્વિટર મારફતે અખિલેશે આ ઘટનાનો વિરોધ પણ નોંધાવ્યો હતો.
અખિલેશે કહ્યું હતું કે, મને અલાહાબાદ યૂનિવર્સિટી જતા અટકાવવામાં આવ્યો. અખિલેશના એક ટ્વિટ બાદ સમાજવાદી પાર્ટીના અનેક કાર્યકર્તાઓ એરપોર્ટ પર એકત્ર થયા હતાં. આ મામલે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું હ્તું કે, પ્રયાગરાજમાં અરાજકતા ના ફેલે તે માટે અખિલેશને અટકાવવામાં આવ્યા છે.
અખિલેશે ટ્વિટ કરી જણાવ્યું હતું કે – એક વિદ્યાર્થી નેતના શપથ ગ્રહણ કાર્યક્રમથી સરકાર એ હદે ડરી ગઈ કે મને લખનૌ એરપોર્ટ પર જ રોકી દેવામાં આવ્યો. ઉલ્લેખનીય છે કે,, આજે અલાહાબાદ યૂનિવર્સિટીમાં વિદ્યાર્થી સંઘનો ઉદ્ઘાટન સમારોહ યોજાવવાનો હતો. અખિલેશ આ કાર્યક્રમમાં શામેલ થવા જઈ રહ્યાં હતાં. તેઓ લખનૌ એરપોર્ટ પહોંચ્યા, પણ તેમને પ્લેનમાં ચડતા અટકાવવામાં આવ્યા. પોલીસ અને પ્રશાસનના અધિકારેઓ એરપોર્ટ પર તૈનાત હતાં અને પ્લેનના ગેટ પર જઈને ઉભા રહી ગયા હતાં.
અખિલેશ યાદવે વધુ એક ટ્વિટ કર્યું કે – મને એરપોર્ટ પર બંધક બનાવવામાં આવ્યો. કોઈ જ પ્રકારના લેખિત આદેશ વગર મને પ્લેનમાં ચડતા અટકાવવામાં આવ્યો. આ વાતથી એક બાબત સ્પષ્ટ થાય છે કે, સરકાર વિદ્યાર્થીસંઘના શપથગ્રહણ સમારોહથી કેટલી હદે ડરેલી છે. ભાજપ જાણે છે કે, દેશના યુવા આ અન્યાયને સહન નહીં કરે.
ત્યાર બાદ વધુ એક ત્રીજી ટ્વિટ કરતા અખિલેશે લખ્યું હતું કે – મને કેમ રોકવામાં આવ્યો તે વિષે પુછવામાં આવતા અધિકારીઓ કારણ જણાવવામાં નિષ્ફળ રહ્યાં હતાં. વિદ્યાર્થી સંઘ કાર્યક્રમમાં જતા રોકવાનો એકમાત્ર હેતુ યુવાઓ વચ્ચે સમાજવાદી વિચારો અને અવાજને દબાવવાનો છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



