મુખ્યમંત્રી યોગીની હાજરીમાં પાર્ટીની સદસ્યતા મેળવી
લખનૌ,તા.૨૭
ચૂંટણી માહોલની અસર ભોજપુરી ફિલ્મ જગતમાં પણ જોવા મળી રહી છે. ભોજપુરી ફિલ્મોના સ્ટાર અને બિગ બોસમાં ભાગ લઈ ચૂકેલા દિનેશ લાલ યાદવ ‘નિરહુઆ’ ભાજપમાં સામેલ થયા છે. ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથની હાજરીમાં તેમણે પાર્ટીની સદસ્યતા લીધી હતી. નિરહુઆથી પહેલા ભોજપુરી ફિલ્મોના સ્ટાર રવિ કિશન અને મનોજ તિવારી પણ ભાજપમાં સામેલ થયા હતા. મનોજ તિવારી દિલ્હી ભાજપના અધ્યક્ષ અને સાંસદ છે. નિરહુઆ ચૂંટણી લડશે કે નહીં અંગે હાલમાં અટકળો ચાલી રહી છે.
બીજી તરફ અન્ય ભોજપુરી સ્ટાર રવિ કિશન પણ લોકસભા ચૂંટણીઓની તૈયારીમાં લાગેલા છે. તેમણે આ વખતે ચૂંટણી લડવાની ઇચ્છા વ્યક્ત કરી છે પરંતુ હજી તે સ્પષ્ટ થઇ શક્યું નથી કે તેઓ કઇ બેઠકથી ચૂંટણી લડશે. રવિ કિશનનું કહેવું છે કે તેઓ કઇ બેઠકથી ચૂંટણી લડશે તે પાર્ટી નક્કી કરશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




