૨૦૧૯માં મોદીની જીત નક્કી,હું રાજનીતિમાં આવવા માટે તૈયારઃ રવિ કિશન

0
11

પાર્ટી જ્યાંથી ટિકિટ આપશે ત્યાંથી ચૂંટણી લડીશ
લખનૌ,તા.૨૭
ભોજપુરી ફિલ્મના અભિનેતા રવિ કિશન જાનાપુરથી લોકસભાની ચૂંટણી લડી શકે છે. રવિકિશને જણાવ્યુ કે હુ સક્રિય રાજનીતિમાં આવવા માટે તૈયાર છુ. પાર્ટી જ્યાંથી ટિકિટ આપશે ત્યાંથી હુ ચૂંટણી લડવા માટે તૈયાર છું. રવિ કિશને પીએમ મોદીના વખાણ કરતા જણાવ્યુ હતુ કે પીએમ મોદી પહેલા એવા વડાપ્રધાન છે જેઓ ૧૩૦ કરોડ જનાતના ચોકીદાર બન્યા છે.
પીએમ મોદી એવા નેતા છે જેમના પર કોઈપણ પ્રકારનો આરોપ લગાવવામાં આવ્યો નથી. જેથી લોકસભાની ચૂંટણીમાં પીએમ મોદીનો વિજય નક્કી છે. મહત્વપૂર્ણ છે કે ૨૦૧૪માં રવિ કિશને રાજકીય કરિયરની શરૂઆત કરી હતી. ૨૦૧૪માં રવિ કિશને કોંગ્રેસની ટિકિટ પરથી યુપીના જાનપુરથી ચૂંટણી લડ્યા હતા. જોકે ચૂંટણીમાં રવિશંકરને હારનો સ્વાદ રાખવો પડ્યો હતો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY